Gujarat

ઊના ટાવર ચોક પાસે વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો. ભીક્ષુક હોવાનુ અનુમાન, પીએમ માટે ખસેડાયો. આ ભીક્ષુકના મૃતદેહની ઓળખ માટે પોલીસે તપાસ હાથ ધરી.

ઉના ટાવર ચોક પાસે બિનવારસુ વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સ્થાનિક દુકાન દારોએ પોલીસને તેમજ સેવાભાવિ યુવાનોને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને વાહનમાં લઈ સરકારી હોસ્પિટલે પી એમ અર્થે ખસેડવામાં આવેલ છે.

શહેરમાં ટાવર ચોક વિસ્તારમાં દેલવાડા રોડ પર આવેલ શ્રીજી કોમ્પલેક્ષમાં દુકાનના ઓટલ ઉપર એક બિનવારસુ વૃદ્ધનો મૃત હાલતમાં મૃતદેહ પડેલ હતો. ત્યારે આજુબાજુ વિસ્તારના તેમજ વાહન ચાલકોને આ મૃતદેહ વહેલી સવારે નજરે પડેલ હતો. અને તેની જાણ પોલીસને તેમજ હિન્દુ યુવા સંગઠન ભારત ગૌરક્ષક દળના સેવાભાવી યુવાનોને કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ અને પોલીસને સાથે રાખી આ મૃતદેહને વાહનમાં લઈ ઉના સરકારી હોસ્પિટલે પી એમ અર્થે ખસેડવામાં આવેલ છે.

આ મુત્યુ પામેલ વૃદ્ધ ભીક્ષુક હોય શહેરમાં અલગ અલગ જગ્યાએ પોતાની રીતે રખડતા ભટકતા હોવાનુ જાણવા મળેલ અને મોડી રાત્રીના સમયે દુકાનના ઓટલા ઉપર સુતા હોય એ દરમ્યાન ઠંડીના કારણે મોત થયાની લોકોમા ચર્ચા ઉઠવા પામેલ છે. જોકે મોતનું સાચું કારણ જાણવા મળેલ નથી. આ અંગે પોલીસે મૃતક ભીક્ષુક કોણ છે અને ક્યાંના છે તેની ઓળખ માટે તપાસ હાથ ધરેલ અને હાલ ઉના સરકારી હોસ્પિટલ પી એમ રૂમમાં રાખવામાં આવેલ છે. પી એમ બાદ ભીક્ષુકના મોતનું સાચું કારણ જાણવા મળશે.

 

-ચોક-પાસે-વૃદ્ધનો-મૃતદેહ-મળી-આવ્યો-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *