Gujarat

ઊના ભાજપના ઉમેદવાર કે સી રાઠોડ ૪૩ હજારથી વધુ મતોથી ઐતિહાસીક વિજય…

૬ ટર્મથી ચુંટાતા કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઇ વંશની કારમી હાર..

૨૦૦૭ બાદ ૨૦૨૨માં પણ કે સી રાઠોડે પુંજાભાઇ વંશને ધોબી પછડાટ આપી..

ઊના – ઊના વિધાનસભાની ચુંટણીમાં આ વખતે ભાજપના કે સી રાઠોડ અને કોંગ્રેસના પુંજાભાઇ વંશ વચ્ચે સિધી ટક્કર હોય અને આ બેઠક પર ૬૩ ટકા જેટલુ મતદાન થયાં બાદ રાજકીય પંડીતો દ્રારા અલગ અલગ દાવાઓ અને તારણ કાઢવામાં આવેલ અને મતદાન બાદ ૬ દિવસ સુધી કોણ જીતશે ? કોણ હારશે ? તેની વિવિધ ચર્ચાઓ વચ્ચે આજે મત ગણતરી પુર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર કાળુભાઇ રાઠોડે ૪૩,૫૨૬ મતે ઐતિહાસીક વિજય મેળવતા તમામ રાજકીય પંડીતોના મોઢા સિવાય ગયા હતા. જ્યારે કોંગ્રેસની છાવણીમાં સન્નાટો મચી જવા પામેલ..

વેરાવળ મુકામે આજે મતગણતરીનો પ્રારંભ થતા ઉના બેઠકની ૨૦ રાઉન્ડની ગણતરી શરૂ થતા એકપણ રાઉન્ડમાં કોંગ્રેસના પુંજાભાઇ વંશને લીડ મળેલ ન હતી. અને તમામ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કે સી રાઠોડની લીડમાં વધારો થતો ગયો અંતે મતગણતરીના અંતે ૬ ટર્મથી ચુંટાતા પુંજાભાઇ વંશની કારમી હાર થતા ઉનામાં ૧૦ વર્ષ બાદ ફરી ભગવો લેહરાતા ભાજપના આગેવાન અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વિજય બાદ ભાજપના ઉમેદવારનું વિજય સરઘસ ઉનાથી ૧૫ કિ.મી.દૂર કેસરીયા ગામથી પ્રારંભ થયેલ જેમાં હજારોની સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. અને તમામ મતદારોએ પણ આ વિજયને આવકાર્યો હતો. ભાજપની પ્રચંડ લીડથી થયેલ જીતથી કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો સહીત પુંજાભાઇ વંશના ચહેરામાં પણ હતાશા જોવા મળતી હતી. તો બીજી તરફ ૧૯૬૨ થી ૨૦૨૨ ૫૦ વર્ષના સમય ગાળામાં ૧૩ વખત વિભાનસભાની ચુંટણી યોજાઇ પરંતુ ૧૪ મી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કે સી રાઠોડે તમામ રેકર્ડ પોતાના નામે કર્યા હોય તેમ ૪૩,૫૨૬ મતોની લીડથી અત્યાર સુધી ઉનામાં કોઇપણ ઉમેદવારની જીત થયેલ નથી. અને વિપક્ષના તમામ ગણીત ઉધાપાડી ભાજપનો વિજય પ્રાપ્ત થયેલો..

-ઉમેદવાર-કે-સી-રાઠોડ-૪૩-હજારથી-વધુ-મતોથી-ઐતિહાસીક-વિજય-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *