Gujarat

ઊના માંથી મહારાષ્ટ્રનો શખ્સ ચોરી કરેલી પાંચ બાઇક સાથે પોલીસે દબોચી લીધો..

ઊના – ઊનામાં ભાવનગર રોડ પરથી મહારાષ્ટ્રનો શખ્સ બાઇક ચોરી કરી આ વિસ્તારમાં વહેચાણ કરતો હોવાની સંયુક્ત બાતમી આધારે પી આઇ એમયુ મસીના માર્ગદર્શન હેઠળ એચ આર ઝાલા, પીપી બાંભણીયા, નિલેશભાઇ છગનભાઇ, ભીખુશા બચુશા, ધર્મેન્દ્રસિંહ, જયપાલસિંહ, વિશાલભાઇ સહીતની ટીમે  પાંચ બાઇક મુદામાલ સાથે શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વારીશ નાફીશ સીદીકી રહે. કરીમનગર વસઇફાટા તા. પેલ્હાર જી. થાણે રાજ્ય મહારાષ્ટ્ર હાલ રહે. રાજકોટ જામનગર રોડ શાંઢીયા પુલ વુડકા ક્વાર્ટરમાં રહેતો આ શખ્સને ઉના ભાવનગર રોડ પર આવેલ રોકડીયા હનુમાન મંદિર પાસે પોલીસે બાતમી આધારે આ બાઇક ચોરને પકડી પાડેલ અને તેની પુછપરછ કરતા તેણે મહારાષ્ટ્ર માંથી બાઇક ચોરી કરીને આ વિસ્તારમાં લઇ આવી  વહેચાણ કરતો હોવાનુ ખુલવા પામેલ અને આ વિસ્તારમાં અલગ અલગ પાંચ બાઇક ચોરી કરી લઇ આવેલ હોય પાંચેય બાઇકની કુલ કિ.રૂ. ૨.૧૦ લાખના મુદામાલ સાથે શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આગળની વધુ પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.

ઊના-માંથી-પાંચ-બાઇક-ચોર-શખ્સને-પોલીસે-દબોચી-લીધો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *