તા.૧ નવે..થી ટેકાભાવે ખરીદી શરૂ થઇ છે., સરકારના નક્કી કરાયેલ ભાવ કરતા માર્કેટ ભાવ વધુ….
ઊના – ઊના ગીરગઢડા તાલુકાના ખેડૂતોની મગફળી સરકાર દ્રારા નક્કી કરાયેલ ટેકાના ભાવે ખરીદી માર્કેટીંગ યાર્ડ ખાતે શરૂ કરવામાં આવી છે. પરંતુ ત્રણ દિવસ થવા છતાં એકપણ ખેડૂત નહી આવતા ખરીદી સેન્ટરમાં સુમમાન જોવા મળેલ..
સરકાર દ્રારા ટેકાના ભાવે ખરીદી માટે પ્રથમ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવામાં આવે અને ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરી હતી. જેમાં ઉના યાર્ડમાં ખરીદી સેન્ટરમાં ત્રણ દિવસ થયા છતાં એકપણ ખેડૂતો પોતાની મગફળી વહેચવા પહોચેલ નથી. જોકે સરકારના ટેકાના ભાવ કરતા માર્કેટના ભાવ વધુ હોવાથી એકપણ ખેડૂતોની મગફળી ખરીદી થઇ ન હતી.
સરકાર દ્રારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે પ્રથમ રજીસ્ટ્રેશન કરવા તા.૧ સ્પ્ટે.થી ૧૦ ઓક્ટો.સુધી શરૂ કરેલ ત્યાર બાદ તા.૯ નવે.સુધી લંબાવવામાં આવેલ છે. સરકારે ટેકાના ભાવે ખરીદી તા.૧ નવે.થી શરૂ કરવામાં આવેલ જેમાં ત્રણ દિવસ થયા છતાં ઉના તાલુકામાંથી એકપણ ખેડૂત ન આવતા ટેકાના ભાવે ખરીદી થયેલ નથી. –ઊના તાલુકામાં ૧૬૮ ખેડૂતો તેમજ ગીરગઢડામાં ૮૬૮ આમ કુલ ૧૦૩૬ ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ છે. અને પ્રથમ દિવસે તા.૧ નવે.ના રોજ ખેડૂતોની મગફળી ખરીદી માટે ૨૦ ખેડૂતોને મેસેજ દ્રારા જાણ કરવામાં આવેલ પરંતુ આજે ત્રણ દિવસ થયા છતાં વીસ માંથી એકપણ ખેડૂતો આવેલ નથી. જોકે સરકારે રૂ.૨૩,૪૦૦ વીસ મણના ટેકાના ભાવ નક્કી કરેલ હોય જ્યારે માર્કેટ ભાવ રૂ.૨૪ થી ૨૫ હજાર ભાવ હોય જેના કારણે ખેડૂતો ન આવતા એકપણ ખેડૂતની મગફળી ખરીદી થયેલ ન હોવાનું જાણવા મળેલ હતું.
