ઊના શહેરમાં પરશુરામ જન્મ જયંતિ નિમીતે શોભાયાત્રા, ભજન, અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ શોભાયાત્રા ટાવર ચોક ખાતે બ્રહ્મસમાજની વાડી ખાતે પૂજા અર્ચના કરી શહેરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભુદેવો એકત્રિત થઇ હર્ષોલ્લાસ સાથે પરશુરામ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી..
