Gujarat

ઊના શહેરમાં લમ્પી વાયરસથી પીડાતી ગાયને સેવાભાવી યુવાનો દ્રારા બાઇક પર લઇ જઇ સારવાર કરાય..

ઊના પંથકમાં લમ્પી વાયરસે ભરડો લીધો છે ત્યારે લમ્પીના કેસો વધી હોય ત્યારે ઊના શહેરમાં ગૈપ્રમી યુવાનો દ્રારા લમ્પી વાયરસથી પીડાતી ગાયની રાત દિવસ સારવાર સાથે સેવા કરી રહ્યાં છે. ઊના શહેરમાં જુની લાયબ્રેરી આસપાસ એક લમ્પી વાયરસથી પીડાતી ગાય અચાનક પડી જતાં ત્યાના આજુબાજુના લોકોએ ગૈરક્ષક દળના યુવાનોને જાણ કરાતા તાત્કાલીક પોતાની પાસે રહેલ બાઇક લઇને ઘટના સ્થળે પહોચી ગયા હતા. અને ગાયને જોતા શરીરમાં ફોડલા જોવા મળતા બે યુવાનોએ પાડીને બાઇકમાં વચ્ચે બેસાડી અને વરસીંગપુર રોડ પર આવેલ ગાયોની સારવાર માટે બનાવેલ સેન્ટર ખાતે પહોચાડી હતી. અને ત્યારં આ લમ્પીથી પીડાતી ગાયને તાત્કાલીક વેક્સીન આપી બાટલા ચઢાવવામાં આવ્યા હતા. આમ ઉના શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લમ્પી વાયરસથી પીડાતી ગાયોને ગૈરક્ષક દળના યુવાનો દ્રારા ભારે જહેમત ઉઠાવી રાત દિવસ ગાયો માટે સેવા કરી યુવાનો પોતાની બાઇક, કાર તેમજ લારી મારફતે સારવાર સેન્ટરમાં પહોચાડી સારવાર કરી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડેલ હતું.

ઊના-શહેરમાં-લમ્પી-વાયરસથી-પીડાતી-ગાયને-સેવાભાવી-યુવાનોએ-બાઇક-પર-લઇ-જઇ-સારવાર-કરી-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *