છેલ્લા એક વર્ષથી યુવતી સાથે પ્રેમ કરતો હોય બાઇક પર બેસાડી ઉર્ષમાં લઇ જઇ પરત ઉના આવી રહેણાંક મકાનમાં બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું.
ઊના – ઊના શહેરના કોર્ટ વિસ્તારમાં રહેતો શખ્સે સગીરવયની યુવતી સાથે પ્રેમસંબંધ હોય ગત રાત્રી સમયે નવાબંદર ઉર્ષમાં જવાનું કહી બાઇક પર લઇ નઇ ત્યાથી પરત આવી ઉના પાડામાર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં સગીર યુવતી સાથે દુષ્કર્મ આચરેલ હતું. અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી શખ્સે આપી હોય આ અંગેની સગીર યુવતીએ પોલીસમાં શખ્સ વિરૂધ દુષ્કર્મની ફરીયાદ કરતા પોલીસે શખ્સને પકડી પાડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉના શહેરમાં રહેતી ૧૭ વર્ષની સગીર યુવતી સાથે ઉના શહેરના કોર્ટ વિસ્તારમાં રહેતો અતિકશા ગુલાબબાપુ શામદાર છેલ્લા એક વર્ષથી પ્રેમ કરતો હોય ગત રાત્રીના સમયે બાઇક બેસાડી નવાબંદર ગામે ઉર્ષમાં લઇ જઇ અને ત્યાંથી પરત યુવતીને ઉના પાડામાર વિસ્તારમાં રહેતા નજીરભાઇ માયાભાઇના ઘરે લઇ ગયેલ હતો. અને ત્યાં વહેલી સવારે ૬ વાગ્યાની આસપાસ અતિકે સગીર યુવતીને કહેલ કે હું તને પ્રેમ કરૂ છુ તેમ કહી અતિકે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની અંગે ઉના પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે શખ્સ સામે દુષ્કર્મ અને મહીલા સરક્ષણ અંગે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોધી ધડપકડ કરવા આરોપીની શોધખોળ શરૂ કરેલ છે.
