Gujarat

ઊના સનખડા ગામની બોરડીવાવ વિસ્તારમાં રૂ.૬૦ હજારના ખર્ચે બેઠો પુલ બનાવ્યો…

દર વર્ષે રાવલ નદીમાં પુલના અભાવે ખેડૂતો મુશ્કેલી સહન કરવી પડે છે.

ઊનાના સનખડાની બોરડીવાવ વિસ્તારમાં રાવલ નદીમાં પુલના અભાવે આ વિસ્તારના ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ખેડૂતો પોતાના સ્વખર્ચે બેઠો કાચો પુલ બનાવી રસ્તાની વ્યવસ્થા ઉભી કરી હતી.

ઊના તાલુકાના સનખડા ગામની સીમમાં આવેલ બોરડીવાવા વિસ્તારમાંથી પસાર થતી રાવલ નદીના સામા કાંઠે ૧૩૦ વીધા ખેડૂતોની જમીન આવેલી છે. આ વિસ્તારમાં ૧૫ ખડૂતો પરીવારો કાયમી વસવાટ કરે છે. અને તમામ ખેડૂતોના ૧૫ જેટલા બાળકો ગામમાં આવેલ શાળામાં અભ્યાસ અર્થે ગામમાં આવતા જતા હોય છે. ત્યારે દર ચોમાસા દરમ્યાન નદીમાંથી મહામુસીબતે પસાર થવા મજબુર થતા હોય છે. ત્યારે આ વિસ્તારના તમામ ખેડૂતો દર વર્ષે ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ રાવલ નદીમાં કાંચો બેઠો પુલ બનાવી પોતાની રીતે સ્વખર્ચે અવર જવર માટેની વ્યવસ્થા ઉભી કરી હતી.

સનખડાની રાવલ નદીમાં ઉપરવાસમાં જ્યારે વધુ વરસાદ વરસે ત્યારે પુરની સ્થિતી સર્જાય છે. ત્યારે ખેડૂત ભારે મુશ્કેલીમાં મુકાય જતા હોય આથી તમામ ખેડૂતોએ નક્કી કરી ચોમાસાની સીઝનની શરૂઆત પૂરી થયા બાદ રાવલ નદીમાં બેઠા પુલના નિર્માણ માટે વ્યક્તિદીઠ રૂ.૩૦૦ થી ૪૦૦ ઉઘરાવી અને શ્રમયોગ કરી ભુંગળા તેમજ માટી નાખી જે સી બીની મદદથી બેઠો કાચો પુલ બનાવવામાં આવ્યો છે. આ રાવલ નદીમાં ચોમાસાની સીઝન શરૂ થાય તે પહેલા નદીમાંથી માટી ભુંગળા હટાવી લેવાય છે. ચોમાસાના ચાર માસ બાદ ફરી નદીમાં કાચો પુલ બનાવી સ્વખર્ચે જે સી બી ની મદદથી બેઠો પુલનું નિર્માણ કરી આ વિસ્તારના તમામ ખેડૂતો શાળાના બાળકો સહેલાઇથી અવર જવર કરી શકે તેવી ખેડૂતો જાતમહમેનતે વ્યવસ્થા કરી હતી.

-ગામની-બોરડીવાવ-વિસ્તારમાં-રૂ-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *