Gujarat

ઊનાના કાણકબરડા ગામે ઓવરબ્રિજ આપવા ગ્રામજનોની ઉઠી માંગ..

 

ઊનાના કાણકબરડા ગામેથી પસાર થતો નેશનલ હાઇવે બાઇપાસ રોડને ઓવરબ્રિજ આપવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે. કાણકબરડા ગામથી અડધો કિ.મી.દૂર હાઇવે બાયપાસ પસાર થતો હોય ત્યારે હાઇવે ઓથોરીટી દ્રારા કાણકબરડા રોડ પર ઓવરબ્રિજ આપવામાં આવે તો ગ્રામજનોને ચિંતા માંથી મુક્તી મળે છે. જોકે આ ઓવરબ્રિજ આપવામાં ન આવે તો રોજ કાણકબરડા ગ્રામજનોને હાઇવે પરથી સામેની સાઇડમાંથી અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે હાઇવેની સામે કાંઠે કાણકબરડા ગામના ખેડૂતની પચાસ ટકા ખેતીની જમીન આવેલી છે. અને ઘણા ખેડૂતો વાડીએજ રહેતા હોય તેવોના બાળકોને અભ્યાસ માટે ગામમાં જવા માટે અવર જવર કરવુ પડતુ હોય અને જે ખેડૂતો ગામમાં રહેતા હોય તેના ખેતરે માલઢોર લઇ જવામાં પણ મુશ્કેલી પડશે. હાઇવે દ્રારા અહીં ઓવરબ્રિજ બનાવવામાં આવે તો ગ્રામજનો અને ખેડૂતોને અકસ્માતના ભયથી મુક્તી મળી શકે છે. અને આ ઓવરબ્રિજ બનાવવામાં ન આવે તો રોજ માટે અકસ્માતના ભય હેઠળ લોકોને અવર જવર કરવાની ફરજ પડશે. આ બાબતે અગાઉ ગ્રામ પંચાયત દ્રારા ના.કલેક્ટરને લેખિત રજુઆત કરવા છતાં તેનો જવાબ પણ આપવામાં આવેલ ન હોવાનો શૂર ઉઠી રહ્યો છે

-ગામે-ઓવરબ્રિજ-આપવા-ગ્રામજનોની-ઉઠી-માંગ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *