ઊનાના કાણકબરડા ગામે આરોગ્ય વિભાગના કર્મચારી દ્રારા હાલ ચોમાસાની સીઝન દરમ્યાન લોકોના ઘરે ઘરે જઇ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. અને જે લોકોને તાવ શરદી કે વાયરલ ઇન્ફેકશન જેવા વિવિધ પ્રકારની બિમારીથી પીડાતા દર્દીઓને પોતાના ઘરે જઇ દવા આપવામાં આવી હતી. અને દર શુક્રવારે ૩૦ વર્ષની ઉપરના લોકોને બી.પી. અને ડાયાબિટીશની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં 50 જેટલા લોકોની તપાસ કરી હતી. અને દર્દીઓને વધુ બિમારીઓ ન થાય તેની તકેદારીના ભાગરૂપે આરોગ્યના હિનાબેન વઘામસી, હંસાબેન વાણવી, દિલીપભાઇ ચોહાણ તેમજ મુક્તાબેન સહીતના કર્મચારીઓએ જહેમત ઉઠવી હતી.

