Gujarat

ઊનાના કોબની સગર્ભા મહીલાને ઝેરી કમળો હોવા છતાં ૧૦૮માંજ પ્રસુતિ કરી બન્નેનો જીવ બચાવ્યો..

ઊના ૧૦૮ એમ્બ્યુલન્સ માતા મરણ અને બાળ મરણ માટે ખુબજ ઉત્તમ સિંહ ફાળો આપે છે. ત્યારે ઊના ૧૦૮ એમ્બ્યુલન્સની સર્વ શ્રેષ્ઠ કામગીરી સગર્ભા માતાને ઝેરી કમળો હોવા છતાં ૧૦૮ એમ્બ્યુલન્સ માંજ નોર્મલ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો આવ્યો હતો.

ગત રાત્રે ૧૦ વાગ્યે ઊના તાલુકાના કોબ ગામની એક સગર્ભા મહિલા વર્ષાબેન લાલજીભાઈને પ્રસૂતિનો દુઃખાઓ થતાં ડોળાસા ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા ફરજ પરના હાજર કર્મચારી ઈએમટી જગદિશભાઇ મકવાણા અને પાયલોટ રણજીત દાહીમાં ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા. અને સગર્ભા મહીલાને લઈ હોસ્પિટલ જવા નિકળ્યા હતા. ત્યારે અચાનક મહિલાને દુઃખાઓ વધી જતાં એમ્બ્યુલન્સ માંજ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. ૧૦૮ ના ઈએમટી જગદિશભાઇ મકવાણાની આવડત અને ૧૦૮ હેડ ઓફિસના ડોક્ટરની સલાહ મુજબ તે માતાને ઝેરી કમળો હતો. તેમ છતાં પણ તેમને નોર્મલ પ્રસૂતિ કરાવી અને માતા બાળક બન્નેનો જીવ બચાવવામાં આવ્યો હતો. અને બંનેને ઊના ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ કામગીરી બદલ મહીલાના પરીવારજનોએ ૧૦૮ના કર્મચારી તેમજ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ, જિલ્લાના ઉચ્ચ અધિકારી જયેશ કારેના અને યુવરાજસિંહ ઝાલાએ ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓની સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવેલ હતા.

 

-ગામની-મહીલાની-પ્રસુતિ-૧૦૮માંજ-કરી-બન્નેનો-જીવ-૧૦૮નાન-કર્મીઓએ-જીવ-બચાવ્યો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *