Gujarat

ઊનાના ખત્રીવાડામાં રૂ.૧૦ લાખના ખર્ચે ગૌશાળાનું અર્પણ કરાયું..

ઊનાના ખત્રીવાડા ગામે તાલુકા પંચાયતનાં સભ્ય અને સામાજિક કાર્યકર કાળુભાઇ મસરીભાઈ શિયાળ દ્વારા ગામમાં વિશાળ ગૌશાળા રૂ.૧૦ લાખના ખર્ચે બનાવીને ગામ લોકોને અર્પણ કરેલ. અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો દ્વારા ગામની પ્રા. શાળાનાં શિક્ષકની બદલી થતાં તેમનું ભવ્ય વિદાય સન્માન કરવામાં આવ્યું હતું. શાળાનાં બાળકોને પ્રોત્સાહન આપવા ઈનામ વિતરણ કરેલ. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતનાં પ્રમુખ પતિ અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ચારણીયા અને ભાજપ તાલુકા પ્રમુખ બાબુભાઈ મીરાં તેમજ ગામનાં સરપંચ જીતુભાઈ શિયાળ તેમજ શાળાનાં આચાર્યો શિક્ષકો સહિતના વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા..

-રૂ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *