Gujarat

ઊનાના ગાંગડા ગામે ૧૦ ફુટનો મહાકાય અજગર આવી ચઢતા લોકોમાં ફફડાટ….

ઊના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક માસથી અલગ અલગ સીમ વિસ્તારોમાં અજગરો જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક ગત રાત્રીના સમયે ગાંગડા ગામે તુલસી હોટલ પાસે મહાકાય અજગર આવી ચઢતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંગડા ગામે આવેલ જગતપીરની દરગાહ પાસે એક મહાકાય અજગર આવી ચઢતા લોકોમાં ફફડાટ મચી ગયેલ હતો. આ અંગેની તાત્કાલીક વનવિભાગને જાણ કરતા રેશ્ક્યુ ટીમ સ્થળ પર દોડી જઇ આ અજગર અંદાજીત ૧૦ ફુટથી વધુ લંબાઇ ધરાવતો હોય આ મહાકાય અજગરને પકડી પાડ્યો હતો. અને મહાકાય અજગરને બે વ્યક્તિએ માંડ માંડ હાથમાં પકડી પ્લાસ્ટીકના કોથડામાં ભરીને સલામત સ્થળે દૂર જંગલમાં મુક્ત કરતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઊનાના-ગાંગડા-ગામે-મહાકાય-અજગર-આવી-ચઢતા-લોકોમાં-ફફડાટ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *