Gujarat

ઊનાના ચિખલી ગામમાં ૬ વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને લઇ જઇ મોઢાના ભાગે ઇજા કરી..

ઊનાના ચિખલી ગામે રહેતી બાળક મંદિરે રમતી હતી. એ દરમ્યાન ગામનો એક શખ્સે બાળકીને ચોકલેટ આપવાના બહાને બદકામ કરવાના ઇરાદે લઇ જઇ અડપલા કરતા આ અંગેની જાણ તેમની માતાને કરતા તાત્કાલીક ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ચિખલી ગામે રહેતો કાળુ અભુ ભાલીયાએ સગીરવયની 6 વર્ષની બાળકી રહેણાક મકાન નજીક આવેલ ખોડીયાર માતાજીના મંદિેરે રમતી હતી. એ દરમ્યાન કાળુ ભાલીયાએ બાળકીને ચોકલેટ આપવાના બહાને લઇ જઇ અને એકલતાનો લાભ લઇ બાળકી સાથે અડપલા કરેલ અને મોઢાના ભાગે બચકુ ભરી લેતા રાડારાડ કરવા લાગતા નરાધમ ત્યાંથી નાશી છુટ્યો હતો. બાળકીને મોઢાના ભાગે ઇજા થતા તાત્કાલીકા તેમના પરીવારજનો તેમજ આજુબાજુના લોકો દોડી ગયેલા અને ઇમરજન્સી ૧૦૮માં ઉના સરકારી હોસ્પીટે સારવાર અર્થે ખસેડેલ આ અંગે બાળકીના કાકાએ નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે છેડતી, પોસ્કો સહીતના ગુન્હા હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે આ નરાધમ શખ્સને નવાબંદર પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *