ના.માંડવી નજીક કાર માંથી દારૂ સાથે બે શખ્સો ઝબ્બે..
ઊનાના તડ ગામ નજીક દિવ તરફથી આવતી કારને નવાબંદર મરીન પોલીસે રોકાવી તલાસી લેતા દારૂની બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડેલ તેમજ નાલીયા માંડવી પાસેથી કારમાં દારૂ સાથે ૨ શખ્સોને ઝડપી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રવિ ભાયા ભારાઇ, લખમણ ઉર્ફે લખન નાથા કોડીયાતર તેમજ જયેશ વરજાંગ કરગીયા રહે. જુનાગઢ ત્રણેય શખ્સો દીવ તરફથી કાર નં.જીજે ૧૧ બીઆર ૦૪૭૦ માં દારૂ લઇ આવતા હોવાની બાતમી આધારે નવાબંદર પોલીસે તડ ગામ નજીક કારને રોકાવી તલાસી લેતા કાર માંથી દારૂની બોટલ ૧૦, મોબાઇલ ૪ તેમજ કાર સહીત કિ.રૂ. ૧,૪૧,૫૦૦ નો મુદામાલ સાથે ત્રણેય શખ્સોને ઝડપી પાડેલ તેમજ નાલીયા માંડવી ગામ પાસેથી કાર નં.જીજે ૦૧ એચએમ ૮૬૦૧ માં દારૂની બોટલ ૪૭, કાર સહીત કુલ.કિ.રૂ. ૧,૧૪,૮૦૦ના મુદામાલ સાથે ભવિક ઉર્ફે ભાવેશ હાજા જોગલ રહે. જુનાગઢ તેમજ કરણ નાથા રાવલીયા રહે.મેંદરડા વાળાને પકડી પાડી ઉના પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.