Gujarat

ઊનાના પસવાળામાં ગૈચરની જમીનમાં પેશકદમી દૂર કરી કડક કાર્યવાહી હાથ ધરવા માંગ..

ઊનાના પસવાડા ગામે આવેલ સરકારી ગૈચરણની જમીનમાં માથાભારે શખ્સો દ્રારા દબાણ કરી લીધેલ હોય આ અંગે તંત્ર દ્રારા આ પેશકદમી કરનારા સામે કડક કાર્યવાહી હાથ તેવી માંગ સાથે સમસ્ત ગ્રામજનો દ્રારા જેમુભાઇ કાળુભાઇ બાંભણીયાએ જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી હતી.

તાલુકાના પસવાડા ગામે આવેલ સરકારી સર્વે નંબર વાળી જમીનમાં ગે.કા. દબાણ કરી બાંધકામ કરેલ હોય અને ગૈચરણ જમીન પર ગામના લાગવગ ધરાવતા માથાભારે શખ્સોએ મોટાપાયે પેશકદમી કરી વાળી લીધેલ હોય અને ગૈચરણ જમીન નામની રહી હોય તેમ ગૈચરણની જમીનમાં થયેલ પેશકદમી દૂર કરવા જવાબદારો અને સત્તાધિશો દ્રારા મોન ધારણ કરી લીધેલ છે. ત્યારે પેશકદમી કરનાર આસામીઓએ જમીનનો ટુકડો પણ છોડ્યો નથી. આ જમીન ખુલ્લી કરાવવાની સત્તા ધરાવનાર પંચાયતે કોઇ કડક કાર્યવાહી કરી ન હોવાથી આજે પેશકદમી કરનારાઓને મોકળુ મેદાન મળી ગયેલ હોય તેમ કોઇ કાયદાનો ડર રાખ્યા વગર વર્ષોથી પેશકદમી કરી પોતાની માલીકીનો હક્ક જમાવી બેઠા છે. જેના કારણે ગામમાં લોકોને ચાલવું મુશ્કેલી બની ગયેલ છે. આ બાબતે તંત્ર દ્રારા સ્થળ તપાસ કરી દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે. અને આ ગૈચરણમાં થયેલ દબાણ દૂર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્રારા ન્યાયિક કાર્યવાહી પગલા લેવામાં આવશે તેવી ચિમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *