ઊના – ઊનાના ભાચા ગામે આવેલ શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી નિમીતે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત નમો વડ વનની સ્થાપનાનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમ સેટકોમના માધ્યમથી ભાચા પે.સેન્ટર શાળામાં નિહાળવામાં આવ્યો હતો. જેમાં સર્વજીવ વન પર્યાવરણ સેવન ટ્રસ્ટના પ્રમુખ અબ્બાસભાઇ જે બ્લોચ, ફોરેસ્ટર વાઘેલા, ભરતભાઇ અધ્વર્યુ, જશાધાર રેન્જના ફોરેસ્ટ ચાવડા, બાબરીયા રેન્જના સ્ટાફ તેમજ ભાચા પે.સેન્ટરના આચાર્ય વાજા, ભાણજીભાઇ ભીલવાળા, ભાણજીભાઇ કિડેચા, રીટાયર્ડ શિક્ષક, હિરાચંદભાઇ કિડેચા, લખુભાઇ બારીયા, માજી સરપંચ નિર્મળસિંહ ગોહીલ, ઇમરાન બલોચ સહીત ગામના આગેવાનો અને વિદ્યાર્થી મિત્રોએ બહોળી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વન મહોત્સવનો કાર્યક્રમમાં ઉપસ્થિતી રહ્યા હતા..


