Gujarat

ઊનાના માણેકપુર ગામમાં સમયસર એસટી બસ ન મળતા 70 થી 80 વિદ્યાર્થીઓ પરેશાન….

એસટી બસ સવારે 7 વાગ્યે અને બપોરે 1 વાગ્યે એસ્ટ્રા બસ શરૂ કરવા વિદ્યાર્થીઓની માંગ…

 

 

ઉના તાલુકાના છેવાડાનું માણેકપુર ગામમાંથી 70 થી 80 જેટલા વિદ્યાર્થીઓ માણેકપુર થી સીમર 8 કિ.મી. દુર અભ્યાસ અર્થે જતા હોય છે. ત્યારે સમયસર વાહન ન મળવાને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલમાં સમયચુકી જતા હોવાથી ક્લાસવર્ગમાં પહોચે ત્યારે લેક્ચર પુરૂં થંઈ જાય છે. ત્યારે તા.2 ઓગષ્ટનાં રોજ માણેકપુર ગ્રામ પંચાયત અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસસ્ટેશન ઉના ડેપોમાં લેખીત રજુઆત કરવામાં આવી હતી.

માણેકપુર અને દુધાળા ગામના વિદ્યાર્થીઓ 8 કિ.મી. દુર સવારે 7 વાગ્યે અભ્યાસ માટે જતા હોય અને 1 વાગ્યે શાળાએથી છુટી જતા હોય એસટી બસ સવારે 7 વાગ્યે અને બપોરે 1 વાગ્યે એક્સ્ટ્રા બસ શરૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ રજૂઆત કરી માંગણી કરેલ છે….

 

તા.17/8/2022 નાં અમરેલી ડીવીજન એસટી વિભાગ દ્વારા ઊના ડેપો મેનેજરનેં માણેકપુર ગામમાં સરકારી બસ શરૂ કરવા માટે ની મંજુરી આપી દીધી છે. પરંતુ ઉના એસટી વિભાગ દ્વારા પચાસ દિવસ થવા છતાં હજુ સુધી માણેકપુર ગામમાં સરકારી બસ શરૂ કરવામાં આવી નથી. પરંતુ ઉના તાલુકાના છેવાડાનું માણેકપુર ગામમાં કોઈપણ પ્રકારના વાહનોની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ માટે સંકટ ઉભુ થયેલ હોય થોડા દિવસોમાં શાળાઓમાં પરીક્ષા શરૂ થશે. પરંતુ સરકારી બસ શરૂ ન થાય તો વિદ્યાર્થીઓને પરીક્ષામાં પણ સમયસર નહીં પહોંચી શકે. આખરે અમરેલી ડીવીજન એસટી વિભાગ દ્વારા મંજૂરી મળી ગઈ છે તો પછી ઉના એસટી વિભાગ દ્રારા શા માટે બસ મુકવમાં આવતી નથી. ? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા ઉના ડેપોમાં બસ અંગે પુછવામાં આવે તો બે ત્રણ દિવસમાં બસ આવી જશે તેવા જવાબ આપે છે.  આવી રીતે ઘણીવાર ખોટાં વાયદાઓ આપીને વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવે છે. માણેકપુર ગામના વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી નથી શકતા. જેને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થઇ શકે તેમ હોય તેના જવાબદાર કોણ ? આમ માણેકપુરના વિદ્યાર્થીઓ અને ગામ લોકોએ વહેલી તકે એસટી બસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી…

 

 

માણેકપુર-ગામમાં-સમયસર-એસટી-બસ-ન-મળવાને-કારણે-વિદ્યાર્થીઓ-પરેશાન.....jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *