ઊના – ઊના તાલુકાના રેવદ ગામે કાર્યપાલક ઈજનેર પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા એમ.જી.એન.આઈ.ઈ.જી. એ યોજના અંતર્ગત કન્સ્ટ્રકટર્સ ઓફ ચેકડેમ કમ કોઝવે એટ વિલેજ રૂ. 32 લાખ 76 હજા 900 નાં ખર્ચે મંજુર કરવામાં આવ્યું હતું. જેનું ખાતમૂહુર્તનો કાર્યક્રમ રેવદ ગામે કાર્યપાલક ઈજનેર પંચાયત સિંચાઇ શાખા દ્વારા રખાતાં આ ચેકડેમ વિથ કોજવેનું ખાતમુર્હુત ઊના તાલુકાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ પાંચીબેન સામતભાઈ ચારણીયા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ ચૌહાણ, જીલ્લા પંચાયતના સભ્ય રૂડાભાઈ શિંગડ, રેવદ ગામના સરપંચ સદસ્ય તાલુકા પંચાયત વિકાસ અધિકારી જાડેજા સહિત સમગ્ર ગામ લોકોની ઉપસ્થિતિ વચ્ચે ખાતમૂહુર્ત કરાયેલું હતું. આ તકે પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ એ જણાવેલ કે હાલમાં ગુજરાત સરકાર દ્વારા આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા અને ચોમાસામાં નદીના મીઠાં પાણી દરિયામાં વહી જતાં હોવાનાં કારણે ઉભી થતી હતી. પરંતુ હવે આ ચેકડેમ વિથ કોજવે બનતાં પાણીનો મોટા ભાગનો સંગ્રહ થવાથી આ વિસ્તારમાં મીઠા પાણીના તળ ઉંચા આવશે. અને કાયમી પાણીની સપાટી જાળવી રાખવાથી પીવાનાં પાણીની સમસ્યા હલ થશે. સાથે સાથે આ વિસ્તારમાં ખેતી વાડી વિસ્તારમાં પણ સિંચાઇનો લાભ મળશે તેનાથી ખેતિ પણ સમુદ્ર બનશે….


