Gujarat

ઊનાના સનખડા ગામે યુવાનએ મોબાઇલના પૈસા માગતા શખ્સે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી..

ઊનાના સનખડા ગામમાં રહેતા યુવાનએ પોતાનો મોબાઇલ એક શખ્સને અગાઉ આપેલ હોય તેના પૈસા માગતા એ બાબતનું  મનદુખ રાખી ઉશ્કેરાઇ ગયેલ શખ્સને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટ્યો હતો. આ બાબતે ધવલપુરી સુરેશપુરી ગોસાઇએ આ શખ્સ વિરૂધ ઉના પોલીસમાં લેખિત રજુઆત કરી આ શખ્સ સામે ન્યાયીક પગલે ભરવા માંગ કરી હતી.

સનખડા ગામે રહેતો પ્રતાપ રાઠોડ નામના શખ્સને ધવલપુરી સુરેશપુરી ગોસાઇએ અગાઉ આપેલ મોબાઇલના પૈસા માંગતા પ્રતાપે ભુંડી ગાળો આપી હતી. બાદમાં આજે બપોરના સમયે ધવલપુરી બજારમાં નિકળેલ ત્યારે આ શખ્સે તેનું મનદુઃખ રાખી ઢીકા પાટુનો ઢોર મારમારી મોઢાના ભાગે ઇજા પહોચાડી લોહીલોહાણ હાલતમાં કરી દીધેલ બાદમાં ખિસ્સામાં રહેલા રૂ.૧૨૦૦ કાઢી લઇ ગયેલ તેમજ મોબાઇલ પણ લઇ ઘા કરી દીધેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટ્યો હતો. આ બાબતે ધવલપુરી ગોસાઇએ ઉના પોલીસમાં રજુઆત કરી આ શખ્સ સામે તાત્કાલીક ન્યાયીક પગલા ભરવા માંગ કરેલ હતી.

 

-યુવાનએ-મોબાઇલના-પૈસા-માગતા-શખ્સે-મારમારી-જાનથી-મારી-નાખવાની-ધમકી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *