Gujarat

ઊનાના સનખડામાં પીવાના પાણીની લાઇન લીકેજ હોવાથી ગ્રામજનોને ગંદુ પાણીનું વિતરણ કરાતા રોષ..

વાલની કુંડીમાં પાઇપ લીકેજ થતાં દુર્ગધ મારતુ પાણી લોકોને અપાઇ છે, તાત્કાલીક રીપેરીંગ કરવા માંગ..

લોકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોવાનો ગામ લોકોનો આક્ષેપ..

ઊના – ઊનાના સનખડા ગામમાં લોકોને પીવાનું પાણી વિતરણ કરવામાં આવતુ હોય જે પાણીની લાઇન લીકેટ થયેલ હોવાથી પાઇપ લાઇનમાં ગંદુ પાણી મિશ્ર થતાં લોકોને આ પાણી પીવાથી આરોગ્ય પર ખતરો મંડાયેલ હોવાથી તંત્ર દ્રારા તાત્કાલીક રીપેરીંગ કામ કરવા ગ્રામજનની માંગણી ઉઠી રહી છે. સનખડા ગામના લોકોનેજ પીવા માટે પાણી આપવાનું મુખ્ય સ્થળ હોય પાણી પુરવઠા યોજના હેઠળ બસસ્ટેશન પાછળ વાલ મુખ્ય લાઇનમાં આવેલ છે. પાણી માટેનો વાલ કુંડીમાં હોય આ વાલ લીધેજ હોવાના કારણે પાણી ભરાવો થતો હોય તેમજ ગટરનું પાણી ભરાયેલ છે. આજ વાલ લીકેજ હોવાથી ખરાબ ગંદકી વાળુ પાણી પાઇપ લાઇન મારફતે લોકોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે લોકોના આરોગ્ય પર ખતરો મંડાય રહ્યો છે. આથી લોકોના હિત માટે તંત્ર દ્રારા આ લીકેજ વાલને તાત્કાલીક રીપેરીંગ કરવામાં આવે તેવી ગામ લોકોમાં માંગણી ઉઠવા પામેલ છે. આ બાબતે ગ્રામજનો દ્રારા ગ્રામ પંચાયતે જાણ કરવા છતાં આજ સુધી કામ થયેલ ન હોય અને આંખ આડા કાન કરતા હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે.

-પાણીની-લાઇન-લીકેજ-હોવાથી-ગ્રામજનોને-ગંદુ-પાણીનું-વિતરણ-કરાતા-રોષ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *