Gujarat

ઊનાના સનખડામાં પોલીસ સ્ટેશનની ફાળવેલ જગ્યામાં નવુ પોલીસ સ્ટેશન ઉભુ કરવા માંગ..

ઊનાના સનખડામાં અગાઉ ઘણા વર્ષ પહેલા પોલીસ સ્ટેશન આવેલ હતુ પરંતુ આ પોલીસ સ્ટેશન ગાંગડા ખાતે આઉટ પોસ્ટના નામે ચલાવવામાં આવતુ હોય આથી ગામમાં નવનુ પોલીસ સ્ટેશન બનાવવા માટે ફાળવેલ જગ્યા પર પોલીસ સ્ટેશન ઉભુ કરવામાં આવે તો આજુબાજુના ગામ લોકોની ફાયદો થાય તેવી માંગ સાથે તાલુકા પંચાયત સદસ્યએ કરી હતી.

સનખડા ગામે ઘણા વર્ષ પહેલા પોલીસ સ્ટેશન આવેલ હતું. પરંતુ થોડા સમય પહેલા સનખડા ગામમાં પોલીસ સ્ટેશન આઉટ પોસ્ટના નામે ગાંગડા ગામે ખસેડવામાં આવેલ છે. આ પોલીસ સ્ટેશન માટે ફાળવેલ જગ્યા પર નવું પોલીસ સ્ટેશન તેમજ ક્વાર્ટર બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. સનખડા ગામ હેઠળ 15 થી 20 ગામો આવતા હોય લોકોને પોલીસ સ્ટેશનના કામકાજ માટે ઉના પોલીસ સ્ટેશન સુધી ધક્કા ખાવાનો વારો આવે છે. આથી સનખડા ગામે પોલીસ સ્ટેશન માટેની ફાળવેલ જગ્યામાંજ નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તેવી માંગ તાલુકા પંચાયત સદસ્ય પુનુબા માંડણ ગોહીલએ જીલ્લા પોલીસ એસ પી , ક્લેક્ટર તેમજ ડી ડી ઓને લેખીત રજુઆત કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *