Gujarat

ઊનાના સામતેર ગામે ઓઇલ મીલમાં દીપડો ધુસી જઇ ૩ ગલુડીયાનું મારણ કર્યુ..

ઉનાના સામતેર ગામે ક્રિષ્ના ઓઇલ મીલમાં રાત્રિના સમયે દિપડો કમ્પાઉન્ડમાં ઘુસી આવી અને શ્વાનના બચ્ચાને નિશાન બનાવ્યા હતા. દિપડો આરામથી સીધા શ્વાનના બચ્ચાં સુતા હતા. ત્યારે અચાનક સ્થળ પર પહોંચી ગયો અને શ્વાનના ત્રણ બચ્ચાને ઉપાડી ગયો હતો. આ સમગ્ર ઘટના ઓઇલ મીલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આમ દીપડો આવી ચડતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

અગાઉ પણ સિંહ અને દિપડાઓએ દેખા દીધી ત્યારે અને સામતેર સહિતનાં આજુ-બાજુના ગામમાં સિંહ અને દીપડાઓ અવાર-નવાર આવી ચઢતા હોય છે. અને મૂંગા પશુઓ પર હુમલાઓ કરી મારણની મિજબાની માણી સીમ વાડી વિસ્તારમાં ચાલ્યાં જતાં હોવાથી આજુબાજુમાં રહેતા લોકોમાં તેમજ ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો…

 

 

સામતેર-ગામે-ક્રિષ્ના-ઓઇલ-મીલમાં-રાત્રિના-સમયે-દિપડો-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *