ઉપસરપંચે ડે.કલેક્ટરને લેખીત રજુઆત કરી તટસ્થ તપાસ કરવા માંગ.
ઊનાના સામતેર ગામે નવનિર્માણ બની રહેલુ પંચાયત ઘરમાં નબળી કામગીરી થતી હોય અને હલકી ગુણવતાનું મટીરીયલ અને કોયજાતનું લેવલીંગ વગરનું કામ થતું હોવાથી ગ્રામ પંચાયતે બાંધકામ અટકાવી દીધેલ છે. અને આ પંચાયત ઘરનું કામ સારી ગુણવતા વાળુ કામ કરવામાં આવે તેવી માંગ ઉપસરપંચ સંજયસિંહ ભીમભા ગોહીલે ડે.કલેકટરને લેખિત રજુઆત કરેલ છે.
સામતેર ગામમાં નવું પંચાયત ઘર બનાવવાની કામગીરી કરવમાં આવે છે. આ કામગીરી કોન્ટ્રક્ટર દ્રારા કરાવાતુ હોય જેમાં વપરાતુ મટીરીયલ હલકી ગુણવતા વાળુ અને કોઇજાતનું લેવલીંગ વગર દેધનાધન કામ થઇ રહ્યુ છે. તેમાં પંચાયતને જાણ થતાંજ તાત્કાલીક સ્થળ પર દોડી ગયેલા અને આ પંચાયતનું તમામ કામ બંધ કરાવી દીધેલ અને પ્રાંત કચેરી ખાતે રજુઆત કરી તાત્કાલીક યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરી સારી ગુણવતાનું મટીરીયલ વાપરવામાં આવે તેવી ઉપસરપંચે માંગણી કરેલ છે.
