Gujarat

ઊનાના સીલોજ ગામમાં ૧૦ જેટલા ટીબીના દર્દી હોવાથી પ્રથમ પસંદગી કરીને ત્યાં છ ટીમને કાર્યરત કરી સબ નેશનલ સર્ટીફીકેટ સર્વે હાથ ધરાયો.

ઊના સરકારી હોસ્પિટલમાં સર્વો રોગ નિદાન કેમ્પમાં ૪૦૦થી વધુ દર્દીએ લાભ લીધો…
ઉના ગીરગઢડા તાલુકાના ગંભીર રોગથી પીડાતાં દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ ભાવનગરની એચ સી જી હોસ્પિટલનાં નામાંકિત
તબીબનાં સહયોઞ અને સરકારી હોસ્પિટલનાં તબીબની દેખરેખ વ્યવસ્થા હેઠળ રાખવામાં આવેલ તેમાં ૪૦૦ થી વધુ કેન્સર, હાર્ડ,
મણકાનાં દુઃખાવો, રક્તસ્ત્રાવ, હોય, હાથ પરનાં કાપા કાર્ડિયાક સર્જરી , ન્યુરો સર્જન, ઓર્થોપેડીક સર્જન સહિતના રોગ પિડીત દર્દી
ઓનું નિશુલ્ક નિદાન કરવામાં આવેલ હતું. જેમાં ભાવનગરનાં ડોક્ટર બજમોહન સિંગ, ડો પ્રફુલ ધાનાણીનાં નેતૃત્વમાં તમામ રોગના
લક્ષણો નિષ્ણાત તબીબો હાજર રહી સોનોગ્રાફી, ફોટા, સીટી સ્કેન, લેબોરેટરી, દવા સહિત મેડીકલ સુવિધાઓ નિઃશુલ્ક નિદાન
કેમ્પમાં સેવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા ઉના સરકારી હોસ્પિટલનાં તમામ ડોક્ટર તાલુકા હેલ્થ ઓફિસર
ડો. ડુમાતર તેમજ નર્સિંગ સ્ટાફ અને ફી વર્કર સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ તકે ડો. પ્રફુલ ધાનાણીએ જણાવ્યું હતું કે
મોટાં ભાગનાં હાર્ડ કેન્સલનાં દર્દી જોવાં મળતા આવાં રોગોની ઝડપી નિદાન કરાવીને સારવાર મેળવી લેવી જોઈએ..
બોક્ષ્ – સીલોજ ગામે ટીબીના ૧૦ જેટલા દર્દીઓ હોવાથી પ્રથમ પસંદગી નેશનલ સર્ટીફીકેટ સર્વે હાથ ધરાયો.. ડો.વિપુલ ડુમાતર
ગીર સોમનાથ જિલ્લામાં ટીબીના રોગનો પણ સર્વેની કામગીરી શરૂ હોય અને તેમાં પણ તાલુકા હેલ્થ ઓફિસર વિપુલ ડુમાતરના
જણાવ્યા અનુસાર ઉના તાલુકામાં ૮૦ જેટલા ટીબીનાં દર્દી હોય કેન્દ્ર સરકારે નેશનલ કક્ષાએ આ રોગ ૨૦૨૫ સુધીમાં હરાવી નાબુદ
કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અને તેનાં ભાગરૂપે સૌથી વધુ ઊનાના સીલોજ ગામમાં ૧૦
જેટલા ટીબીના દર્દીઓ હોવાથી પ્રથમ પસંદગી કરીને ત્યાં છ ટીમને કાર્યરત કરી સબ નેશનલ સર્ટીફીકેટ સર્વે હાથ ધરવામાં આવી
રહ્યો છે. અને સીલોજ ગામમાં આરોગ્ય વિભાગ દ્રારા ઘરે ઘરે સર્વે કરવામાં આવેલ અને મીટીંગ પણ યોજી અને ટીબી રોગ અંગે
માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

-માટેની-મીટીંગ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *