Gujarat

ઊનાના સીલોજ ગામે ગે.કા.પથ્થરની ખાણ પકડાય રૂ.૩ લાખના મુદામાલ કબ્જે કર્યા…

ગામના સ્થાનિક લોકો, સરપંચ તેમજ પૂર્વ સરપંચે

ઊના – ઊનાના સીલોજ ગામની સીમમાં ગે.કા. પથ્થરની ખાણ ચાલતી હોય સ્થાનિક લોકો અને સરપંચ, પૂર્વ સરપંચ સહીત સ્થળ પર પોહચી મામલતદારને જાણ કરી હતી. અને રાત્રીના સમયે ઘટના સ્થળે મામલતદાર સહીતનો કાફલો પહોચી ગયેલ અને ગે.કા. ચાલતી ખાણ સાથે વિજ ચોરી પકડી પાડી ત્રણ લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરેલ.

સીલોજ ગામે સર્વે નં.૧૭૫ પૈકી જમીનમાં ભીખુભાઇ સોલંકી રહે.મોટાડેસર વાળો ગે.કા. પથ્થરની ખાણમાં ચકરડી મુકી ખનીજ ચોરી કરતા હોવાની જાણ સ્થાનિક લોકો, ગામના સરપંચ ભીમાભાઇ સોલંકી અને પૂર્વસરપંચને થતાં સ્થળ પર પહોચ્યા હતા. અને આ બાબતે મામલતદારને જાણ કરતા મામલતદાર રાહુલ  ખાંભલા સહીતની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયેલ હતી. અને ગે.કા. પથ્થરની ખાણમાં ૩ ચકરડી સહીતનો કુલ રૂ. ૩ લાખનો મુદામાલ કબ્જે કરેલ. આ ઉપરાંત બાજુમાં કપાયેલ ખાણમાંથી ગે.કા. વિજપુરવઠો લઇ ચરકડીનો ઉપયોગ કરાતો હોય ખનીજ ચોરીની સાથે વિજ ચોરી પણ સામે આવતા ભીખુભાઇ સોલંકી વિરૂધ મામલતદારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ વિજચોરી અંગેનો રીપોર્ટ પીજીવીસીએલને કરેલ.

-ગે.કા.પથ્થરની-ખાણ-પકડાય-રૂ.૩-લાખના-મુદામાલ-કબ્જે-કર્યા-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *