ધો. ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શાળાને વર્ષ ૨૦૧૧-૧૨ માં બિલ્ડિંગના બાંધકામ માટે રૂ. ૬૮.૭૭ લાખ મંજુર કરેલ. એ પ્રમાણે રૂ. ૨૬.૪૪ લાખ જેટલી રકમ ફાળવવામાં આવેલ હોવા છતા આજ દીન સુધી નવા બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરવામાં આવેલ નથી.
શાળાના બિલ્ડિંગના અભાવે ૧૩ર જેટલા વિદ્યાર્થીઓ ગામમાં આવેલ પ્રા. શાળાના કન્ડમ જાહેર કરેલ જર્જરીત ઓરડામાં અભ્યાસ કરે છે…..
ઊના – ઉનાના સૈયદ રાજપરા ગામે RMSA યોજના અંતર્ગત સરકારી માધ્યમિક શાળાના બિલ્ડિંગનુ તાત્કાલીક ધોરણે પ્લાન એસ્ટીમેન્ટ તેમજ બજેટ તૈયાર કરી તાત્કાલીક ધોરણે બાંધકામ શરૂ કરવા સૈયદ રાજપરા ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઇ વી કામળીયાએ પ્રોજેક્ટ ડાયરેક્ટ સર્વશિક્ષા અભિયાન મિશન ગાંધીનગર અને રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત છે..
ઉના તાલુકાનુ સૈયદ રાજપરા ગામ છેવાડાના દરીયાઇ કાંઠા વિસ્તારનું ગામ આવેલ છે. આ ગામમાં આશરે ૧૨૦૦૦ ની આસપાસ વસ્તી ધરાવતુ ગામ છે. ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી સાથે
સંકળાયેલી છે તેમજ અન્ય ગામોના લોકો પણ રોજગારી માટે સૈયદ રાજપરા ગામમાં આવી વસવાટ કરે છે. આ ગામમાં માછીમાર મજુરોના બાળકોના શિક્ષણ માટે સરકારી પ્રા. શાળા આવેલ છે જેમાં બાળકોની કુલ સંખ્યા ૧૪૦૭ ની છે. આ ઉપરાંત સરકાર દ્રારા વર્ષ ૨૦૧૧ માં ધો. ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શાળાને મંજુરી આપવામાં આવેલ અને માધ્યમિક શાળા માટે નવા બિલ્ડિંગ બનાવવા માટે પ્લાન એસ્ટીમેન્ટ પણ તૈયાર કરવામાં આવેલ છે. પ્રોજેકટ ડાયરેકટર સર્વ શિક્ષા અભિયાન મિશન, (SSA)ના પત્ર ક્રમાંક SSA/civil/2018-19/4030-325 મુજબ વર્ષ ૨૦૧૧-૧૨ મુજબ બિલ્ડિંગના બાંધકામ બાબતે પ્લાન એસ્ટીમેન્ટ મુજબ રૂ. ૬૮.૭૭ લાખ મંજુર કરેલ. એ પ્રમાણે રૂ. ૨૬.૪૪ લાખ જેટલી રકમ ફાળવવામાં આવેલ હોવા છતા આજ દીન સુધી નવા બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરવામાં આવેલ નથી. આથી સૈયદ રાજપરા ગામે RMSA યોજના અંતર્ગત સરકારી માધ્યમિક શાળાના બિલ્ડિંગનું તાત્કાલીક ધોરણે પ્લાન એસ્ટીમેન્ટ તેમજ બજેટ તૈયાર કરી તાત્કાલીક ધોરણે બાંધકામ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.
માધ્યમિક શાળાના બિલ્ડિંગના અભાવે ૧૩૨ જેટલા વિદ્યાર્થીઓ ગામમાં આવેલ પ્રા.શાળાના કન્ડમ જાહેર કરેલ જર્જરીત ઓરડામાં અભ્યાસ કરે છે. આ જર્જરીત ઓરડામાં અભ્યાસ કરતા છાત્રો સુરક્ષી ન હોવાના કારણે તમામ છાત્રોના ઉપર જીવનું જોખમ મંડાય રહ્યુ છે. આ માધ્યમિક શાળાના બિલ્ડીંગના અભાવે બીજા અન્ય વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ તેમજ અન્ય જગ્યાએ અભ્યાસ માટે જવું પડતુ હોય છે. ગામમાં રહેતા ગરીબ પરીવારની આાર્થીક સ્થિતી નબળી હોવાના કારણે તેમના બાળકો બહાર ગામ અભ્યાસ કરવા જઈ શકતા નથી. આથી માધ્યમિક શાળાના બાંધકામનું કામ લાગુ પડતા વિભાગને સુચનો આપી માધ્યમિક શાળાના બિલ્ડિંગ બાંધકામ માટે નવા પ્લાન એસ્ટીમેન્ટ બનાવી તાત્કાલીક ધોરણે તેના ટેન્ડર જાહેર કરી બાંધકામ તાત્કાલીક શરૂ કરવામાં આવે. આ બાબતે ગામના જાગૃત લોકો દ્રારા આ બાબતે તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં માધ્યામિક શાળાના બાંધકામ બાબતે આજ દિન સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવેલ નથી.
આમ જર્જરીત માધ્યમિક શાળામા બિલ્ડિંગના અભાવે ૧૩ર જેટલા વિદ્યાર્થીઓ ગામમાં આવેલ પ્રા. શાળાના કન્ડમ જાહેર કરેલ જર્જરીત ઓરડામાં અભ્યાસ કરે છે. અને આ જર્જરીત ઓરડાના કારણે કોઈપણ બાળકને અકસ્માતમાં કોઇ જાનહાની થશે તો તેની સંપુર્ણ જવાબદારી તમામ લાગુ પડતા વિભાગની રહશે. માધ્યમિક શાળાના બાંધકામ બાબતે યોગ્ય તેમજ તાત્કાલીક ધોરણે કામગીરી કરવામા આવે તેવી માંગણી કરેલ છે.