પંદર દિવસ પહેલા પણ શખ્સે ગીરગઢડા રોડ પર લઇ જઇ દુષ્કર્મ આચરેલ..
ઊનાના સોનારી ગામના શખ્સે સગીરવયની દિકરીના ઘરે એકલતાનો લાભ લઇ તેમના પર દુષ્કર્મ આચરેલ હતું. આ બાબતે ભોગ બનનારની માતાએ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સોનારી ગામે રહેતો હરેશ હિરા ડાભીએ સગીરવયની દિકરી ઉ.વ.૧૫ સાથે છેલ્લા છએક માસથી ઓળખાણ હોય અને પંદરેક દિવસ પહેલા ધો.૧૦ની પરીક્ષા આપવા ખાપટ ગયેલ ત્યારે તપોવન ગીરગઢડા રોડ પર પડતર જગ્યામાં લઇ જઇ દુષ્કર્મ આચરેલ અને આજે બપોરેના સુમારે એલમપુર ગામે શખ્સને ફોન કરીને ઘરે બોલાવેલ. અને હરેશ બાઇક લઇ ઘરે પોહચી ઘરમાં રહેલી સગીર દિકરીનો એકલતાનો લાભ લઇ તેમના પર દુષ્કર્મ આચરેલ હતું. આ વખતે સગીરાના કાકા જોઇ જતાં હરેશને પકડી પાડી પોલીસને સોપી દીધેલ હતો. અને ગભરાઇ ગયેલ સગીરને દાંતચીકડી દેવાઇ જતાં તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮માં ઉના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ. આ બાબતે ભોગ બનનારની માતાએ હરેશ હિરા ડાભી વિરૂધ્ધ દુષ્કર્મ, પોસ્કો સહીતના ગુન્હા હેઠળ ફરીયાદ નોધાવેલ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
