ઊના શહેરમાં મશહુર શહેનશાહ એ સોરઠ હજરતશાહ પીરનો ઉર્ષ આગામી તા.૧ અને ૨ એપ્રિલ બે દિવસ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશે. આ ઉર્ષ નિમીતે તા.૧ એપ્રિલના રોજ સંદલ શરીફ સાથે ફુલોની રસમ અદા કરાશે. અને દુવા માંગવામાં આવશે. મેફીલે મિલાદનો કાર્યક્રમ યોજાશે. તા.૨ એપ્રિલના રોજ રાત્રીના દિલ્હીના મશહુર કવ્વાલ નોશાહઅલી ખાનનો પ્રોગ્રામ થશે. કોમી એકતાના પ્રતિક હજરતશાહ પીરની દરગાહ ખાતે સર્વે સમાજના લોકો નાત જાતના ભેદભાવ વગર શ્રધ્ધાના ફુલો ચઢાવી આ ઉર્ષની ઉજવણીમાં જોડાતા હોય છે. અને સમૂહ પ્રસાદ લેશે. છેલ્લા બે વર્ષથી કોરોના કારણે ઉર્ષની ઉજવણી સાદાઇ પૂર્વક કરાઇ હતી..
