અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૨૨-૨૩ના રૂ. ૮૮૦૭ કરોડના જનરલ બજેટને બહુમતી સાથે મંજૂરી આપવામાં આવી હતી. બજેટ બેઠકની બીજા દિવસની સવારે ૧૦ વાગ્યે શરૂઆત થઈ હતી અને રોડ, ગટર, પાણી, બગીચા, બ્રિજ, આરોગ્ય વગેરે સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બજેટ સત્ર દરમ્યાન શાસક અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ થયા હતા. રાતે ૧૦ વાગ્યે તમામ બાબતો પર ચર્ચા કરી ભાજપ દ્વારા મૂકવામાં આવેલા રૂ. ૮૮૦૭ કરોડના બજેટને સર્વ બહુમતિથી મંજૂર કરાયું હતું. કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવેલા રૂ. ૩૩૪ કરોડના સુધારાને ફગાવી દેવામાં આવ્યા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટને મંજૂરી આપવા બજેટની સામાન્ય સભા મળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણાપીઠ ખાતેના મહાત્મા ગાંધી સભા મળી હતી.

