Gujarat

એએમસીના અધિકારીઓ- કર્મચારીઓનું પેટ્રોલ એલાઉન્સ ઘટાડ્યું

અમદાવાદ
દિવાળીના તહેવાર દરમિયાન પેટ્રોલના ભાવ જ રૂપિયા ૧૦૬ આસપાસ હતા તે હવે ઘટાડીને ૯૫ રૂપિયા કરી દીધા હતા. આ ભાવ ઘટાડાના બે મહિના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને અચાનક જ પેટ્રોલના ભાવ ઘટ્યા હોય તેવું યાદ આવ્યું હતું અને કર્મચારીઓને જે પેટ્રોલ એલાઉન્સ પ્રતિ ૧૧૬ રૂપિયા પ્રતિ લીટર આપવામાં આવે છે તેને ત્રણ રૂપિયા ઘટાડવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પેટ્રોલના ઘટેલા ભાવને ધ્યાને રાખીને હવે એલાઉન્સમાં કરેલો વધારો પાછો ખેંચીને ફરીથી ઓઇલ સાથે ૧.૧૦ લીટર પેટ્રોલનું એલાઉન્સ રૂ.૧૧૩ કરી દીધું છે. મોંઘવારીનો માર વચ્ચે સામાન્ય લોકોને રાહત માટે દિવાળીની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે પેટ્રોલમાં પ્રતિ લિટર ૫ રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લિટર ૧૦ રૂપિયા એક્સાઇડ ડ્યૂટી ઘટાડવાનો ર્નિણય કર્યો હતો. એ પછી ગુજરાત સરકારે પણ પેટ્રોલ પર વેટનો દર ઘટાડીને ૧૩.૭ રૂપિયા અને ડીઝલ પર વેટનો દર ઘટાડીને ૧૪.૯ રૂપિયા કર્યો હતો. જે બાદ ગુજરાતમાં પેટ્રોલ ૯૫.૧૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૦૯ રૂપિયા પ્રતિ લીટરે મળતું થું હતું. આ ભાવ ઘટાડા પહેલા અમદાવાદમાં પેટ્રોલ ૧૦૬.૬૩ રૂપિયા પ્રતિ લીટરમાં મળતું હતું જ્યારે ડીઝલ ૧૦૬.૧૦ રૂપિયા પ્રતિ લીટર હતું.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને પેટ્રોલ એલાઉન્સ આપવામાં આવે છે. દિવાળી દરમિયાન પેટ્રોલનો ભાવ પ્રતિલીટર રૂપિયા ૧૧૬ થઈ ગયો હતો, જેને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓઇલ સાથે ૧.૧૦ લિટર પેટ્રોલ દીઠ રૂ.૧૧૬ એલાઉન્સ ગત ઓક્ટોબર માસથી ચૂકવાતું હતું. દિવાળી બાદ પેટ્રોલના ભાવ ઘટતા હવે મ્યુનિસિપલ કોર્પોરેશને એલાઉન્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રૂ. ૧૧૬ ની જગ્યાએ ૧૧૩ રૂપિયા ચુકવવા માટેનો પરિપત્ર કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.

Petrol-allowance-reduced.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *