Gujarat

એએમસીના પડતર અને કન્ટેમ્પ્ટ કેસો માટે રિવ્યુ મીટિંગ કરવી પડશે

અમદાવાદ
રાજય સરકાર સાથે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રીવરફન્ટ હાઉસ ખાતે વિડિયો કોન્ફરસન્સથી થયેલી સમીક્ષા બેઠકના અંતે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરની મંજુરીથી હાઇકોર્ટમાં પડતર કેસો અથવા કન્ટેમ્પટ કેસોમાં સમયસર અને તાકીદે એફીડેવીટ ઇન રીપ્લાય રજુ થાય તેના માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (સંબધિત ઝોન) કક્ષાએ દર મહિને રીવ્યુ મીટિંગનું આયોજન કરવાનું રહેશે. ઝોનના માહિતગાર અધિકારીઓને કેસના પેનલ એડવોકેટો સાથે સતત સંપર્કમાં તેમજ સંકલનમાં રહીને સમયસર અને તાકીદે એફીડેવીટ ઇન રીપ્લાય રજુ થાય તે અંગેની જરૂરી કાર્યવાહી નિયત સમયમર્યાદામાં પુરી થાય તે માટે સબંધિત અધિકારીઓ પુરતી કાળજી/તકેદારી રાખવાની રહેશે.સુપ્રિમકોર્ટ, હાઇકોર્ટ, સિટી સિવિલ કોર્ટ/અન્ય કોર્ટ ફોરમ/ટ્રિબ્યુનલમાં દાખલ થતા કોઇ પણ પ્રકારના કેસો/દાવાઓમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પક્ષકાર હોય તેમાં પેનલના સિનિયર એડવોકેટની નિમણૂંક સિનિયર કાઉન્સિલ તરીકે કરવા લીગલ ખાતાને સમયસર જાણ કરી તમામ ખાતાના વડાઓને જાણ કરવામાં આવી છે. હાઇકોર્ટમાં પડતર કેસો અથવા કન્ટેમ્પટ કેસોમાં સમયસર અને તાકીદે એફીડેવીટ ઇન રીપ્લાય રજુ કરવા ડે.મ્યુનિસિપલ કમિશ્નર કક્ષાએ દર મહિને રીવ્યુ મીટિંગનું આયોજન કરી ઝોનના માહિતગાર અધિકારીઓને કેસના પેનલ એડવોકેટો સાથે સતત સંપર્કમાં તેમજ સંકલનમાં રહીને સમયમર્યાદામાં પુરા કરવા જણાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરાએ લીગલ ખાતા સંદર્ભે પરિપત્ર કરી અને તમામ ખાતાના વડા તેમજ અધિકારીઓને જાણ કરી છે કે તમામ ઉપલી અને નીચલી કોર્ટમાં કોર્પોરેશન પક્ષકાર હોય અને જાે પક્ષ વિરુદ્ધમાં ર્નિણય આવે તો કોર્પોરેશન ઉપર નાણાકીય ભારણ એક કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે થશે તો તેવા કેસોમાં તેમજ અગત્યના અને મહત્વના સર્વિસ કેસોની વિષયવસ્તુ જાેતા કેસોમાં જણાય કે સબંધિત કોર્ટના હુકમથી ભવિષ્યમાં કોર્પોરેશન સામે કોઇ નીતિગત પ્રશ્ન ઉપસ્થિત થશે તો સંબંધિત ખાતા તરફથી પેનલના સિનિયર એડવોકેટની સિનિયર કાઉન્સિલ તરીકે નિમણૂક કરવા લીગલ ખાતાને સમયસર જાણ કરી તેમની નિમણૂંક કરાવવાની રહેશે. આ ઉપરાંત સિનિયર કાઉન્સેલની આવશ્યકતા જણાય તો સંલગ્ન ખાતા તરફથી યોગ્ય કારણો સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જાણકારી હેઠળ અને મંજુરી લઇ લીગલ ખાતાને મંજૂરી સાથે સિનિયર કાઉન્સેલની નિમણૂક માટે સમયસર જાણ કરવાની રહેશે. જેથી લીગલ ખાતા તરફથી અધિકારીની મંજુરી લઈ આવા કોર્ટ કેસોમાં કોર્પોરેશન વતી અસરકારક હીયરીંગ માટે કેસોમાં સિનિયર કાઉન્સેલની નિમણૂક કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *