ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા શ્રી એ.વી.કાટકડ ના.પો.અધિ છો ડિવીઝન તથા શ્રી એ.એસ.પટણી ઈંચાર્જ ના.પો.અધિ છો. ડિવીઝન નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથીયાર બંધીના ગુના તથા એ.ટી.એસ ના ચાર્ટર મુજબની કામગીરી સોધી કાઢી પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના કરતા રંગપુર પોલીસ સબ ઈન્સ્પેકટર એન એમ ભૂરીયા નાઓ તેઓના સ્ટાફના માણસો સાથે રગપુર પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ભોરદા ગામે જોતરીયા ફળીયામાં રહેતા જોહરીયાભાઇ રાયસીંગભાઇ રાઠવા નાઓ દેશી હાથ બનાવટ બાર બોરની એક નાળવાળી બંદુક લાયસન્સ વગરની ગેર કાયદેસરની પોતાના કબજા ભોગવટાના મકાનમાં સંતાડી રાખેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે સદરી ના કબજા ભોગવટાના મકાનમાં તપાસ કરતા સદરીના મકાનમા અંદર વચ્ચેના ઓરડાના ભાગે દીવાલ નજીકમાં લાકડા ની વચ્ચેની જગ્યામા સંતાડી રાખેલ એક દેશીહાથ બનાવટની એક નાળવાળી બાર બોરની બંદુક કિ.રૂ.૧૫,૦૦૦/- તથા બાર બોર બંદુક ના બે નંગ જીવતા કારતુસ કિ.રૂ.૨૦૦/- મળી કુલ કિં.રૂ ૧૫.૨૦૦/- ની મળી આવતા તેના વિરુદ્યામાં ધી આર્મ એક્ટ કલમ ૨૫ (૧-બી), (એ), મુજબ ગુનો રજી કરી આરોપી જારીયાભાઇ રાયસીંગભાઇ રાઠવા ઉ.વ.પર રહે. ભોરદા જારીયા ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓને કોરોટાઈન હેઠળ રાખી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર