Gujarat

એકલવ્ય ટ્રસ્ટ સંચાલિત એકલવ્ય સંગઠન ના નેજા હેઠળ આજે છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના આદિવાસીઓ દ્વારા આજે મોટી સંખ્યામાં જંગલની જમીન બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લો રાજયના સરહદી અને આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે, છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓ અહીંયા મોટાભાગના જંગલની જમીન ખેડાણ કરતા હોય છે પોતાના બાપદાદાના સમય દરમિયાન જંગલની જમીન ખેડાણ કરતા
આવ્યા છે તેઓ પાસે હક દાવો છે, અને દંડ ની પાવતીઓ છે ત્યારે જંગલખાતા દ્વારા તેઓને જંગલની જમીન ખેડાણ કરવા દેતા નથી ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં જંગલની જમીન  આદિવાસી ખેડૂતો ને જંગલની જમીન ખેડાણ કરવા દે અને સનદ મળે અને અધિકાર મળે તે માટે આજે છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જો તેમની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220728-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *