એન. એસ.પટેલ. આટૅસ (ઓટોનોમસ) કોલેજ આણંદ ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વકૅ અને નોબલ હેન્ડસ ફાઉન્ડેશન, આણંદ ના સંયુક્ત ઉપક્રમે એન. એસ.પટેલ. આટૅસ (ઓટોનોમસ)કોલેજ, આણંદ ખાતે તારીખ 10 સપ્ટેમ્બર 2022 ના રોજ “સામાજિક ન્યાય” વિષય પર કાર્યશાળા યોજવામાં આવી જેમાં કુલ 70 વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ન્યાય અને સામાજિક ન્યાય વિશે સમજણ કેળવી હતી.
આ કાર્યશાળાની શરૂઆત રીપલ ડાભી દ્વારા સર્વના સ્વાગત સાથે મહેમાનોનો પરિચય આપી તેમને પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યશાળાના મુખ્ય વક્તા કિરીટ મહિઙા (Ex. એરફોર્સ ઓફિસર) અને શશીકાંત પરમાર (એડવોકેટ ઓફ ગુજરાત હાઇકોર્ટ) હતા.
કિરીટ મહિડાએ કાર્યશાળાની શરૂઆત પોલો કોએલો ના એક વિચાર “Everyone have a knowledge ” થી કરી હતી અને ત્યારબાદ વિધાર્થીઓ પ્રશ્ન કરી શકે તેવુ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું. વિધાર્થીઓએ “ન્યાય” વિશે પોતાના વિચારો રજૂ કર્યા. સામાજિક ન્યાય એ એક બદલાવ નો વિષય છે એ પણ સમજાવ્યુ. ત્યારબાદ “Pedagogy – science of teaching ” ની વાત પણ કરાઇ હતી. આ કાર્યશાળામાં ન્યાય ની પૂરતી સમજણ માટે વક્તા ધ્વારા અલગ – અલગ પ્રવૃત્તિઓ પણ કરાવી હતી, જેનાથી વિધાર્થીઓ સામાજિક ન્યાય વિશે વધુ સારી રીતે સમજી શક્યા. અંતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોતરી કરવામાં આવી જેના જવાબો બહુ સરળ ભાષામાં વક્તા દ્વારા આપવામાં આવ્યા હતા.
રેચલ મેકવાન ધ્વારા આભારવિધી કરવામાં આવી હતી અને કાર્યશાળાની પૂણૉહૂતી કરવામાં આવી હતી.


