Gujarat

એનજીટીનો જાયન્ટ સિમેન્ટ ઉત્પાદક “અલ્ટ્રાટેક સિમેન્ટ”ની માઈનીંગ માટે મળેલ પર્યાવરણ મંજુરી રદ કરતો ચુકાદો

ગિરગઢડા
ભરત ગંગદેવ.

અમરેલી જીલ્લાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને તારીખ ૧૨ નવેમ્બર ૨૦૨૦ નાં રોજ એસઈઆઈએએ અલગ-અલગ બે લાઈમ સ્ટોન માઈનીંગ માટે પર્યાવરણ મંજુરી (ઇસી) આપવામાં આવેલ.
પર્યાવરણ મંજુરી માટે યોજાયેલ લોકસુનાવણીમાં સ્થાનિક ખેડૂતો લોકોનો વિરોધ્ધ હોવા છતાં પર્યાવરણ મંજુરી (ઇસી) મળતા એન્વારોમેન્ટ એક્ટીવિસ્ટ ભગવાન સોલંકી લોઢવા ત્થા બાબરકોટ ગામના સરપંચ અનક સાખટ દ્વારા વર્ષ ૨૦૨૦ માં એનજીટી કોર્ટમાં અપીલ દાખલ કરી માઈનિગ માટે મળેલ મંજુરી રદ કરવા દાદ મંગાઈ હતી.
અરજદારની દાદ અન્વયે એનજીટી ૩૦ જુન ૨૦૨૧ નાં હુકમથી બન્ને માઈનીંગની તપાસ નિષ્ણાત કમિટી દ્વારા કરી રીપોર્ટ રજુ કરવા હુકમ કરવામાં આવેલ જે કમિટી દ્વારા તપાસ કરી ૧૫ જાન્યુઆરી ૨૦૨૨નાં કોર્ટમાં રીપોર્ટ રજુ કરવામાં આવેલ.
૨૧ ફેબ્રુઆરી ૨૦૨૨ નાં રોજ રજુ કરેલ રીપોર્ટ ઉપર સુનાવણી યોજાતા અરજદારનાં વકીલ નીતિન લોનકર અને સોનાલી સૂર્યવંશીએ અરજદાર પક્ષે દલીલો કરવામાં આવેલ.
એનજીટીનાં પ્રમુખ ન્યાયધીશ મ્હે.આદર્શકુમાર ગોએલ ત્થા ન્યાયયિક સભ્ય મ્હે.સુધીર અગ્રવાલ, નિષ્ણાત સભ્યો મ્હે. ડો.નગીન નંદા, ડો.એ.સાનથિલ વેલ તેમજ ડો.વિજય કુલકર્ણીની બેન્ચે ૨૧ ફેબ્રુઆરીનાં ઓર્ડર પાસ કરી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને અમરેલી જીલ્લાનાં બાબરકોટ ગામે વિસ્તાર ૪૯ હેક્ટર ત્થા ૧૪ હેક્ટર જમીન ઉપર લાઈમ સ્ટોન ખનીજ માઈનીંગ માટે મળેલ પર્યાવરણ મંજુરી રદ કરવાનો હુકમ કરવામાં આવેલ, વધુમાં હુકમમાં જણાવવામાં આવેલ જે પરીયોજનાંનાં એ-શ્રેણીમાં આવતી હોવાથી વર્ગીકૃત થવામાં પર્યાવરણ કાયદાઓનું ઉલ્ઘન થયું હોય તેમજ જે બન્ને માઈનિગ મંજુર કરવામાં આવેલ છે તેમની સાથે અન્ય માઈનિગ વિસ્તાર ૫૬૫ હેક્ટરમાં એક જ માલિકીની હોય તેમજ વર્તમાનમાં આ માઈનીંગમાં ખોદકામ કાર્યરત હોય તેમજ અલગ-અલગ ત્રણ માઈનીંગ એક જ કંપનીની હોય એક બીજી ખાણોની સરહદ ભળતી હોય તેમજ બ્રહુદ ગીરનો આ વિસ્તાર વન્યપ્રાણી સંરક્ષણ માટે ખુબ મહત્વનો હોય સમગ્ર માઈનીંગોને જૂથ યોજનાં તરીકે ગણી તેમની જૂથ યોજનાં તરીકે અભ્યાસ હાથ ધરવો જોઈતો હતો, જૂથ યોજના માટે મંજૂરી મેળવવાની રહે તેમજ લોસુનાવણી દરમિયાન રજુ થયેલ મુદાઓ જેવા કે પર્યાવરણ અને વન્યજીવો ઉપર થનાર વિધાતક અસરો, હવા પ્રદુષણ, પાણી પ્રદુષણ જેવા મુદાઓને નજર અંદાજ કરવામાં આવેલ છે,
વર્ષ ૨૦૧૭માં પર્યાવરણ મંજુરી માટે યોજાયેલ લોક્સુનાવણી દરમિયાન સ્થાનિક નાગરીકો અને બાબરકોટ ગ્રામપંચાયત દ્વારા જે રજુઆતો કરવામાં આવેલ કે કંપની દ્વારા ગામની ખેતીલાયક ૯૦ ટકા જમીનમાં ખાણકામને મંજુરી મળતા ગામના ખેડૂતોની આજીવિકા ગુમાવી બેઠા છે, જેથી ગામના સ્થાનિકોની સ્થિતિ ખુબ ખરાબ છે, તેમજ માઈનીંગ ઉઘોગના કારણે ખેતી સંપૂર્ણ નાશ પામતા ગામને મજુરી મળતી બંધ થઇ ગયેલ છે, કપની દ્વારા સ્થાનિક અસરગસ્ત લોકોને કોઈ રોજગારી આપવામાં આવતી નથી, કંપની સ્થાનિકોને રોજગારી પૂરી પાડતી નથી, તેમજ કંપનીને સ્થાનિક અસરગ્રસ્ત વિસ્તાર તરીકે બાબરકોટ ગામમાં જે સીએસઆરની કામગરી કરવી જોઈએ તે કોઈ પણ પ્રકારની કામગરી કંપનીએ ગામમાં કરેલ નથી, કંપની ૪૦ વર્ષથી ખાણકામ કરી રહી છે તેમજ તેમનો ઉઘોગ ચલાવી રહી છે તેમ છતાં સ્થાનિક ગ્રામપંચાયતનાં વિકાસ માટે ક્કોઈ કામગરી કરવામાં આવેલ નથી, ગામના સરપંચ અનક સાંખટની રજૂઆત મુજબ ગામની અંદર માઈનીંગ અને ઉઘોગ બન્ને આવેલા હોય ત્યારે કંપની દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવે છે ત્યારે અમો રજૂઆત કરીએ એટલે કંપનીએ અમારી ઉપર ખોટા પોલીસ કેસ દાખલ કરેલ છે આમ કપની ગામની અંદર સામજિક પ્રદુષણ ફેલાવે છે, સ્થાનિક લોકોએ લોક્સુનાવણીમાં ઉઠાવેલ પ્રશ્નો રજૂઆત ધ્યાને લીધા વગર માઈનિગ માટે મંજુરી મળતા કાયદા પ્રમાણે મંજુરી રદ કરવા સમગ્ર સોરાષ્ટ્રમાં પર્યાવરણ વન્યજીવ રક્ષણ માટે કામકરતી સંસ્થા ગો ગ્રીન ફાઉન્ડેશનનું માર્ગદર્શન મેળવી ભગવાન સોલંકી લોઢવા અને બાબરકોટ ગ્રામ પંચાયત સરપંચ અનક સાખટ દ્વારા નામદાર એનજીટી કોર્ટમાં અપીલો ફાઈલ કરવામાં આવેલ, કોર્ટ દ્વારા કંપનીને બાબરકોટ ગામમાં મળેલ મંજુરી રદ કરી દેવામાં આવતા સમગ્ર પર્યાવરણ વનયજીવ તેમજ વિશાલજાહેર હિત માટે મહત્વનો ચુકાદો આવતા સ્થાનિક રહીશોમાં ન્યાયપાલિકા ઉપરનો વિશ્વાસ બંધાયો હતો સ્થાનિકોમાં ખુશીનો માહોલ પ્રચરી ગયેલ હતો…
Attachments area

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *