રાજપીપળા
કેવડીયામાં જંગલ સફારીમાં ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે લટાર મારી હતી. તેમની જંગલ સફારીની મુલાકાત દરમિયાન તેમણે અન્ય પ્રવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું. આ અવસરે અમિત શાહ તુમ આગે બઢોના નારાઓથી જંગલ સફારી ગુંજી ઉઠયું હતું. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલ ટેન્ટ સીટી ૧ માં નેશનલ ફોરેન્સિક સાયન્સ ર્યુનિવસિટી કોન્ફરન્સમાં હાજરી આપવા આવેલ દેશના ગૃહમંત્રી અમિત શાહે જંગલ સફારી તથા અન્ય પ્રોજેકટની મુલાકાત લીધી હતી. તેઓ તેમના પત્ની, પુત્રવધુ અને પૌત્રી સાથે જંગલ સફારીમાં ફરવા માટે નીકળ્યાં હતાં. તેમણે જંગલ સફારી જાેવા માટે આવેલાં પ્રવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રવાસીઓએ ભારત માતાકી જય અને અમિતભાઇ તુમ આગે બઢો ના ના નારા લગાવ્યા હતાં. ગૃહ મંત્રી અમિત શાહે તેમની પૌત્રીને પોપટ બતાવ્યો અને તેને રમાડવા કહ્યું ત્યારે તેમની પત્નીએ તડબૂચ ખવડાવ્યું હતું. શાહ પરિવારે આદિવાસી ભોજનની પણ લિજ્જત માણી હતી. ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ સુધી કેવડિયામાં રોકાણ કરવાના છે.આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ભારત સામે ઘણા પડકારો છે પરંતુ આ સમયે આપણે આ પડકારોના. આગામી તબક્કાને પહોંચી વળવા માટે તૈયાર છીએ તેમ ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. એકતાનગરના ટેન્ટ સિટી ૧ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આપત્તિ વ્યવસ્થાપન વિષય પર ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. ભારતભરમાં ડિઝાસ્ટર અને ફોરેન્સીક સાયન્સમાં કઈ કઈ કાર્યવાહી થઈ રહી છે તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે અગાઉ દેશમાં આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યે માત્ર રાહત-કેન્દ્રિત અભિગમ હતો. પરંતુ છેલ્લા આઠ વર્ષમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની અંદાજપત્રીય જાેગવાઈમાં ૧૨૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ના સમયગાળા માટે નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ માટે ૧૩,૬૯૩ કરોડ રૂપિયા અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ માટે ૩૨,૦૩૧ કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે.નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ને સમગ્ર દેશમાં મજબૂત, આધુનિક અને વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. ચક્રવાત અને અન્ય આફતોથી દરિયાકાંઠાના સમુદાયને થતી તકલીફોને ઘટાડવા માટે, મોદી સરકાર ૮ દરિયાકાંઠાના રાજ્યોમાં ૪૯૦૩ કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ લાગુ કરી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ભારત સામે ઘણા પડકારો છે પરંતુ આ સમયે આપણે આ પડકારોના. આગામી તબક્કાને પહોંચી વળવા માટે તૈયાર છીએ.
