Gujarat

એમપેડા ના નવા અધ્યક્ષ તરીકે આઈ.એસ. ડોડ્ડા વેંકટ સ્વામી નિમાયા      

આઈ.એસ. ડોડ્ડા વેંકટ સ્વામી એમપેડાના નવા અધ્યક્ષ તરીકે જોડાયા છે. તેમણે અર્થશાસ્ત્રમાં સ્નાતક અને રાજકીય વિજ્ઞાનમાં પીજી કર્યું છે. તેમણે જ્હોન એફ કેનેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ, હાવર્ડ યુનિવર્સિટી કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમ.પી. એ. પણ કર્યું છે.
તેઓએ ઓડિશાના ગજપતિ, અંગુલ અને કેઓંઝરમાં જિલ્લા કલેક્ટર તરીકે સેવા આપી હતી. તેઓ કર્ણાટક અને ઓડિશામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન માટે રાજ્ય મિશન ડિરેક્ટર હતા. ઓડિશાના સંબલપુર જિલ્લામાં મહેસૂલ વિભાગીય કમિશનર તરીકે સેવા આપી હતી. વાઇસ ચાન્સેલર, શિક્ષણ વિભાગ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, રાઉરકેલાનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. વર્તમાન સોંપણી પહેલાં, તેઓ કોચીન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ડેવલપમેન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.

WhatsApp-Image-2022-08-23-at-2.21.31-PM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *