એસ.એસ.સી.આઈ રીજીઓનલ સિક્યોરીટી અને ઈન્ટેલીજન્સ સર્વીસીસ લી. ગાંધીનગર દ્વારા સિક્યોરીટી ટ્રેનીંગ અને ભરતી માટે એક દિવસીય કેમ્પનું છોટાઉદેપુર જીલ્લાના અલગ અલગ તાલુકાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિક્યોરીટી સુપરવાઈઝર અને સિક્યોરીટી જવાન માટે નીચેની તારીખોએ અને સ્થળોએ સવારે ૧૦ વાગ્યા થી ૪ વાગ્યા દરમિયાન ભરતી કેમ્પ યોજાશે. ઉમેદવારની ઉંમર ૨૧ થી ૩૬ વર્ષ, લાયકાત ૧૦/૧૨/ગ્રેજ્યુએટ પાસ/નાપાસ, ઊંચાઈ ૧૬૮ સે.મી., વજન ૫૬ કી.ગ્રા. થી વધારે, છાતી ૮૦થી ૮૫ સે.મી. હોવી જોઈએ. ભરતીમાં પાસ થનાર ઉમેદવારને ગાંધીનગરમાં ટ્રેનીંગ આપીને સિક્યોરીટી એન્ડ ઈન્ટેલીજન્સ સર્વિસ ઇન્ડિયા લીમીટેડમાં કાયમી નોકરી આપવામાં આવશે. સુપરવાઈઝર માટે ૧૫થી ૨૦ હજાર અને જવાન માટે ૧૨ થી ૧૫ હજાર તેમજ અન્ય સુવિધા જેવી કે પગાર વધારો, પ્રોમોશન, પી.એફ. ઈ.એસ.આઈ., ગ્રેજ્યુઇટી, મેડીકલ સુવિધા, બોનસ અને પેન્શન વગેરે લાભો આપવામાં આવશે. આ માટે ઈચ્છુક ઉમેદવારે માર્કશીટની ઝેરોક્ષ, ૨ પાસપોર્ટ ફોટા, આધારકાર્ડ અને બોલપેન લઈને આવવું.
તા.૨૩સપ્ટે. ના રોજ ડીબી પારેખ હાઈસ્કુલ, સંખેડા, તા.૨૪ સપ્ટે.ના રોજ એચએચ શિરોલાવાલા સ્કુલ,બોડેલી, તા.૨૫ સપ્ટેના રોજ સરકારી માધ્યમિક શાળા, પાનવડ, તા ૨૬ સપ્ટે.ના રોજ એસ.બી સોલંકી વિદ્યામંદિર,નસવાડી, તા. ૨૭ સપ્ટે. ના રોજ કંવાટ ઈંગ્લીશ હાઈસ્કુલ, કંવાટ, તા.૨૮/૦૯ના રોજ વી.આર શાહ હાઈસ્કુલ, જેતપુર-પવી અને તા.૨૯ સપ્ટે.ના રોજ એસ.એફ હાઈસ્કુલ, છોટાઉદેપુરમાં ખાતે ભરતી કેમ્પ યોજાશે. જેમાં ઇચ્છુક ઉમેદવારોને નિયત સમયે હાજર રહેવા જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
