Gujarat

એસ. એફ. હાઈસ્કૂલ, પ્રાથમિક વિભાગ માં પ્રવેશોત્સવ, કન્યા કેળવણીની નો પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી,

એસ. એફ. હાઈસ્કૂલ, પ્રાથમિક વિભાગ માં પ્રવેશોત્સવ, કન્યા કેળવણીની નો પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી, નગર સેવા સદન ના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, પ્રાથમિક શિક્ષણ ચેરમેન બિનલબેન બારીયા, કારોબારી સમિતિના અધ્યક્ષ નરેનભાઈ જયસ્વાલ, સી. આર. સી વિક્રમભાઈ રાઠવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આખો પ્રોગ્રામ થયો, જેમા ૩૧૭ બાળકો વાલીઓ તથા એસ. એમ. સી. સમિતિના અધ્યક્ષ હાજર રહ્યા,ધોરણ પહેલાંમાં ૨૨ વિદ્યાર્થીઓ ને પ્રવેશ અપાવવામાં આવ્યો,તમામ બાળકોને સ્કૂલબેગ ભેટ આપી દાત્તા એવા ભામાશા સંગ્રામસિંહ રાઠવા એજ શિક્ષણને વેગ આપવા ભાગીરથ પ્રયાસો શરૂ કર્યો, નવા એડમિશનમેળવેલ ૧૩૮ વિદ્યાર્થીઓ જેઓ બીજી સ્કૂલમાંથી અત્રે એડમિશન લીધો એમને સુખડી ખવડાવીને શુકન કરવામાં આવ્યુ, એમને પણ લખલાની સામગ્રી આપવાનું આયોજન કરવાની જાહેરાત પ્રમુખ તરફ થી કરાવવામાં આવી છે, યુથ પ્રમુખે બાળકોને ખૂબ ભણીગણી આગળ આવે એવી શુભકામનાઓ આપી, ‘તેજસ્વી તારલાઓ”ને ધોરણ૧ થી ૮ ના ૧ થી ૩ નંબર આવેલ વિદ્યાર્થીઓ ને તથા ઉપસ્થિત સર્વે મહાનુભાવો ને વાંચણ બુક્સ આપીને પ્રાથમિક આચાર્ય એ બહુમાન કર્યું. “આઝાદીના અમૃત મહોત્સવ” વિશે વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્ય રજુ કર્યા, મહેમાનો દ્વારા વૃક્ષારોપણન કરવામાં આવ્યુ, કાર્યક્રમ નું સમાપન રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવ્યુ.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220625-WA0054_2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *