રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, કઠલાલ ખાતે કૉલેજના પ્રિન્સીપાલ અમિતભાઈ પરમારની પ્રેરણાથી વિનયન અને વાણિજ્ય શાખાના વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય તેમજ તેઓ નવીન વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા તરફ આગળ ધપી શકે તે હેતુથી એસ.એસ.આઈ.પી.અને ઇનોવેશન કલબ હેઠળ સેન્સિટાઈજ પોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે GSFC Ltd. કંપનીના ભૂતપૂર્વ મેનેજર અને જાણીતા મોટીવેશનલ સ્પીકર રોહિત દવે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કૉલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ વૈશાલીબેન મકવાણાના પ્રાસંગિક ઉદબોધન દ્વારા કરાઈ હતી. મુખ્ય વક્તા રોહિત દવેએ સ્ટાર્ટ અપ એન્ડ એન્ટ્રપ્રિન્યોરશીપ ડેવલોપમેન્ટ વિષય પર તેમનુ વ્યાખ્યાન આપ્યું. જેમાં તેમણે વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપ કેવી રીતે કરવું? અને સ્ટાર્ટ અપ કરવા માટેના પાંચ ફોર્મ્યુલા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ વિદ્યાર્થી કૌશિકએ કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સુચારુ સંચાલન એસ.એસ.આઈ.પી અને ઇનોવેશન ક્લબ કોઓર્ડિનેટર ડૉ. પલ્લવિકા ભટ્ટે કર્યુ હતું.


