માણાવદર :- એસ.ટી.વિભાગ દ્વારા માણાવદર તાલુકાને ભારોભાર અન્યાય અનેક એસ.ટી.રુટો બંધ કરી દેવામાં આવ્યા છે માણાવદર બાંટવા વિસ્તાર માંથી ઉપડતી રાત્રીના ૮/૪૫ ની બાંટવા અમદાવાદ તથા રાત્રીના ૯/૦૦ ની બાંટવા નારાયણ સરોવર તથા સવારનાં ૪/૦૦ વાગ્યાની બાંટવા અમદાવાદ ની પુરતા ટ્રાફિક વાળી બસો જે છેલ્લા વીસ પચીસ વર્ષ સુધી ચાલુ રાખી પુરતો ટ્રાફિક ન હોવાનાં મનઘડંત કારણો આપી બંધ કરી દેવાથી તાલુકાના ૫૮ ગામોના વેપારીઓ, દર્દીઓ, તથા મુસાફરો ને મળતી એસટી બસ બંધ કરી દેવાથી લોકો પરેશાન થય રહ્યા છે જે બાબતે બાંટવા એસટી ડેપો મેનેજર ને લોકો દ્વારા આ બસો ચાલુ કરવા માટે મૌખિક રજૂઆતો અવારનવાર કરવા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી ટુંક સમયમાં બાંટવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે-તે જગ્યાએ લેખિત રજૂઆત કરવામાં આવશે આમ છતાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો રસ્તા પર ઉતરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેમ બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ જુણાજીભાઇ રાઠોડ તથા પ્રકાશભાઈ લાલવાણી પ્રમુખ લાડી લોહાણા સિંધી પંચાયત બાંટવા તથા બાંટવા શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ હરીરામ મીઠવાણીએ જણાવ્યું છે
અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર


