MECIA (Mechanical, MCA, Electrical, EC, Computer, Civil, IT, IC, Aeronautical) HACKS SVIT – ૨૩/૦૯/૨૦૨૨ થી ૨૪/૦૯/૨૦૨૨ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એસ વી આઈ ટી ), વાસદ ખાતે આયોજિત હેકાથોન સ્પર્ધા હતી. અવિરત ૨૪ કલાક ચાલનારી આ સ્પર્ધા માં ભાગ લેનાર તમામ સ્પર્ધકો તથા તેમની ટીમો ના ટીમવર્ક દ્વારા સમુદાય નિર્માણ, આધુનિક નૂતન વિચારો અને આકર્ષક પ્રોજેક્ટસ બનાવવાની સાથે-સાથે વર્કશોપ અને માર્ગદર્શન સત્રો માં હાજરી આપવાની તક મળેલ હતી. આ હેકાથોન ની મુખ્ય થીમ મલ્ટી ડિસિપ્લિનરી , સમાજ કલ્યાણ, શિક્ષણ અને ઓપન ઇનોવેશન હતી.
MECIA HACKS SVIT માં ૧૨૫ થી પણ વધુ મલ્ટી ડિસિપ્લિનરી ટીમો એ નોંધણી કરાવેલ હતી. MECIA HACK SVIT માં પ્રથમ વિજેતા ને ૧૫ હજાર , બીજા વિજેતા ને ૧૨ હજાર , ત્રીજા વિજેતા ને ૮ હજાર, ચોથા વિજેતા ને ૬ હજાર અને પાંચમા વિજેતા ને ૪ હજાર ની ઈનામી રકમ પ્રાપ્ત થઈ.
આ ઇવેન્ટ ની સફળતા માટે સંસ્થાના અધ્યક્ષ શ્રી રોનક્ભાઇ પટેલ , સેક્રેટરી શ્રી ગૌરાંગભાઈ પટેલ , ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ પટેલ, ખજાનચી શ્રી અલ્પેશભાઈ પટેલ , જોઈન્ટ સેક્રેટરી શ્રી નૈતિકભાઈ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઇ પટેલ , સંસ્થાના વડા ડૉ. ડી.પી.સોની , કન્વેનર ઓફ MECIA HACKS તથા કમ્પ્યુટર એન્જિનિરીંગ ડીપાર્ટમેન્ટ ના વડા ડૉ. નેહા સોની એ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.


