એમસીએક્સ પર નોંધાયું રૂ.1.14 લાખ કરોડનું સીટીટી બાદનું સૌથી વધુ ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ વધ્યુઃ કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.200નો ઘટાડોઃ નેચરલ ગેસ પણ ઢીલુઃ મેન્થા તેલમાં સુધારો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવાર, 13 ડિસેમ્બરના રોજ રૂ.1.14 લાખ કરોડનું સીટીટી લાગુ થયા બાદનું સૌથી વધુ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કુલ રૂ.84,353 કરોડનું રેકોર્ડ નોશનલ ટર્નઓવર જોવા મળ્યું હતું, જ્યારે ક્રૂડ તેલના ઓપ્શન્સમાં રૂ.72,822 કરોડનાં ઉચ્ચતમ કામકાજ નોંધાયા હતા, જે દર્શાવે છે કે ટ્રેડરો કોમોડિટી વાયદા અને ઓપ્શન્સનાં ટ્રેડિંગમાં વિશેષ રસ દાખવી રહ્યા છે.
દરમિયાન, બુધવાર, 14 ડિસેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યે પૂરા થતાં પ્રથમ સત્ર સુધીમાં 3,51,135 સોદાઓમાં કુલ રૂ.28,458.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,585.26 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.19,853.09 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 69,880 સોદાઓમાં કુલ રૂ.3,877.55 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,770ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,890 અને નીચામાં રૂ.54,580ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.59 ઘટી રૂ.54,684ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.46 વધી રૂ.43,891 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.5,390ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,449ના ભાવે ખૂલી, રૂ.27 ઘટી રૂ.54,349ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,866ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,217 અને નીચામાં રૂ.68,725ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.55 વધી રૂ.68,830ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.62 વધી રૂ.68,783 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.69 વધી રૂ.68,782 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 43,651 સોદાઓમાં કુલ રૂ.3,180.55 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,225ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,309 અને નીચામાં રૂ.6,205ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.35 વધી રૂ.6,289 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.29.50 ઘટી રૂ.542.10 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 478 સોદાઓમાં રૂ.31.27 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,650ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.31,700 અને નીચામાં રૂ.31,410ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 ઘટી રૂ.31,470ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.20 વધી રૂ.1004.50 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,625.70 કરોડનાં 2,970.312 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,251.85 કરોડનાં 326.389 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.900.80 કરોડનાં 1,439,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.2,280 કરોડનાં 41648750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.20.68 કરોડનાં 6550 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.10.59 કરોડનાં 104.76 ટનના વેપાર થયા હતા.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.20.07 કરોડનાં 262 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 15,328ના સ્તરે ખૂલી, 3 પોઈન્ટ ઘટી 15,303ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.19,853.09 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.664.78 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.109.79 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.15,263.25 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,812.71 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.343.11 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.79.60 ખૂલી, ઊપરમાં રૂ.104.30 અને નીચામાં રૂ.66 રહી, અંતે રૂ.10.40 વધી રૂ.96.90 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.23.10 ખૂલી, ઊપરમાં રૂ.23.35 અને નીચામાં રૂ.15.75 રહી, અંતે રૂ.8.95 ઘટી રૂ.16.80 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.224 ખૂલી, ઊપરમાં રૂ.264.50 અને નીચામાં રૂ.205 રહી, અંતે રૂ.10 વધી રૂ.213.50 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.200 ખૂલી, ઊપરમાં રૂ.250 અને નીચામાં રૂ.200 રહી, અંતે રૂ.21.50 વધી રૂ.218.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,155 ખૂલી, ઊપરમાં રૂ.2,290 અને નીચામાં રૂ.2,075.50 રહી, અંતે રૂ.2 વધી રૂ.2,112 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.85 ખૂલી, ઊપરમાં રૂ.106.90 અને નીચામાં રૂ.55.90 રહી, અંતે રૂ.22.60 ઘટી રૂ.63.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.32.45 ખૂલી, ઊપરમાં રૂ.41 અને નીચામાં રૂ.28.75 રહી, અંતે રૂ.13.25 વધી રૂ.39.80 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.100 ખૂલી, ઊપરમાં રૂ.487 અને નીચામાં રૂ.100 રહી, અંતે રૂ.5 ઘટી રૂ.453.50 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.24 ખૂલી, ઊપરમાં રૂ.27.50 અને નીચામાં રૂ.20 રહી, અંતે રૂ.6.50 વધી રૂ.26 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,048.50 ખૂલી, ઊપરમાં રૂ.1,097 અને નીચામાં રૂ.995 રહી, અંતે રૂ.15 ઘટી રૂ.1,081 થયો હતો.
