અમદાવાદ
વૈશ્વિક બજારમાં આજે સવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત ૧૧૧.૩ ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. મોંઘા ક્રૂડ ઓઈલના કારણે દેશની ઓઈલ કંપનીઓ પર કિંમતો વધારવાનું ઘણું દબાણ છે. કંપનીઓએ આજે પણ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી અને હજુ પણ પેટ્રોલ-ડીઝલ એજ જુની કિંમત પર વેચાઇ રહ્યુ છે.
મહાનગરોમાં આજે પેટ્રોલના ભાવ જાેઇએ તો અમદાવાદ – ૯૬.૪૨,સુરત- ૯૬.૩૧,રાજકોટ – ૯૬.૧૯, મહાનગરોમાં આજે ડીઝલના ભાવ અમદાવાદ – ૯૨.૧૭,વડોદરા – ૯૧.૮૨,સુરત ૯૨.૦૭ રાજકોટ – ૯૧.૯૫ પ્રતિ લીટર છે
તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે કંપનીઓએ તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તાજેતરમાં જ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ પછી પેટ્રોલની કિંમતમાં મહત્તમ ૯ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૭ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે.
