ઊના – તા. ૨૬ થી ૨૮ ત્રણ દિવસ સૂર્યા વરસાણી સ્પોર્ટ્સ એકેડેમી-ભુજ દ્વારા વિવિધ આઠ જેટલી શૈક્ષણિક સંસ્થાઓનાં વિદ્યાર્થીઓ વચ્ચે એથ્લેટીકસ સ્પર્ધા તથા સ્વીમીંગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સંસ્થાના ચેરમેન વિશ્રામભાઈ વરસાણીની પ્રેરણાથી ટ્રસ્ટી આર.એસ.હિરાણી, જાદવભાઈ પટેલ તથા સ્પોર્ટ્સ કોચ માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં સ્વામિનારાયણ ગુરુકુલ – દ્રોણેશ્વર આર.ડી.વરસાણી કુમાર અને કન્યા વિદ્યાલયના ૫૦ દીકરા -દીકરીઓ ૧૧ ગોલ્ડ મેડલ ૯ સિલ્વર મેડલ અને ૧૩ બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને ગુરુકુલનું ગૌરવ વધાર્યું છે. સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીએ દરેક વિજેતાઓને શુભેચ્છાઓ સાથે બિરદાવ્યા છે. સાથે આચાર્ય મહેશભાઈ જોશી, સ્પોર્ટ્સ ટીચર અનિલભાઈ બાંભણિયા, વિશાલભાઈ રાઠોડ, મોનિકાબેન સેંજલીયા તથા શિલ્પાબેનને અભિનંદન આપ્યા છે.


