લોકેશન.ખેડા-કઠલાલ
રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન જાસપુર અમદાવાદની સભા કઠલાલના ઉમા ભવન ખાતે યોજાઈ હતી.આ સભામાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના હોદ્દેદારો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન ની કામગીરી બાબતે તેમજ તેમના દ્વારા સમાજ માટે કરાતા કાર્યો જેવા કે અભ્યાસ બાબતે,મેડિકલ ક્ષેત્રે તેમજ અન્ય બાબતોમાં અપાતી મદદની સમગ્ર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.પાટીદાર સમાજ માટે સંસ્થા કેવા કાર્યો કરી રહી છે અને આવનાર સમયમાં કેવા આયોજનો તેમજ સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવશે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.તેમજ પાટીદાર સમાજને એક કરવા માટે સૌને સાથે જોડવા માટેના ઉમદા ઉદ્દેશ્યથી ઉમિયા માતાજીના રથનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કઠલાલ નગરમાં ઉમિયા માતાજી રથ ફર્યો હતો અને સભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ સભામાં કઠલાલ પંથકના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો,કાર્યકરો તેમજ પાટીદાર સમાજ ના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને સમગ્ર કાર્યક્રમનું આયોજન પાટીદાર સમાજ દ્વારા કઠલાલ ખાતે કરવામા આવ્યુ હતુ.


