રિપોર્ટ.મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લા ના કઠલાલ શહેરમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર નું ખાતમુર્હત કરવામાં આવ્યું.આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય સંચાર મંત્રી , અર્જુનસિંહ ચૌહાણ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ મંત્રી ની ઉપસ્થિત મા ખાત મુર્હત કરવામાં આવ્યું.કઠલાલ નગર મા 3 કરોડ 50 લાખ ના ખર્ચે તૈયાર થનાર સામુહિક આરોગ્ય કેન્દ્ર મા વધુ સારી અને આધુનિક સુવિધા મળી રહેશે.સરકાર દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ નો અવિરત વિકાસ થઈ રહ્યો છે ત્યારે કઠલાલ મા પણ આરોગ્યલક્ષી સુવિધાઓ વિકાસ થાય તેવા ઉમદા ઉદેશ થી સામુહિક આરોગ્ય કેન્દ્ર ના નવીન મકાન નું ખાતમુર્હત કરવામાં આવ્યું.નવીન આરોગ્ય કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર સાથે બે માળ નું બનશે જેમાં ઇમર્જન્સી રૂમ તથા વોર્ડ,એક્સરે રૂમ, નવજાત શિશુ સંભાળ વિભાગ, ફિમેલ વોર્ડ, ઓપરેશન થિયેટર જેવી સુવિધા મળી રહેશે અને ચાર જેટલાં ડોક્ટર ની ઓપીડી ની સુવિધાઓ મળી રહેશે.આ આરોગ્ય કેન્દ્ર બનવા થી કઠલાલ નગર તેમજ તાલુકા ની જનતા ને આરોગ્યલક્ષી ખુબજ સારી સુવિધાઓ મળી રહેશે.આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતુંકે કઠલાલ તેમજ તાલુકા ની એક લાખ થી વધુ જનતા ને સામુહિક આરોગ્ય કેન્દ્ર બનવા થી આરોગ્ય લક્ષી સુવિધા મળી રહેશે તેમજ એમડી ડોક્ટર પણ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરાશે.કઠલાલ મા મારી ગ્રાન્ટ માથી પીએમ રૂમ ની સુવિધા પણ બનાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવશે.છેવાડાના બાળકો અને નાગરિકો સુધી ભણતર સહીત ની સુવિધા માટે કનેક્ટિવિટી મળી રહે તેવું કાર્ય પણ કરવું છે તેમ જણાવ્યું હતું આ.પ્રસંગે દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય સંચાર મંત્રી, અર્જુનસિંહ ચૌહાણ ગ્રામવિકાસ અને ગ્રામગૃહ વિભાગ મંત્રી, કનુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય,વિપુલભાઈ પટેલ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ, મેહુલભાઈ દવે ડીડીઓ ખેડા, ડોકટર જી સી પટેલ આરડીડી, રમીલા બેન થોરી કઠલાલ નગર પાલિકા પ્રમુખ, બિપીનભાઈ પટેલ કઠલાલ શહેર ભાજપ પ્રમુખ, ગોવિંદભાઇ પરમાર કઠલાલ તાલુકા પંચાયત પ્રમુખ, કિરણસિંહ ડાભી તાલુકા ભાજપ પ્રમુખ, હર્ષદભાઈ પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ, જીજ્ઞા બેન પટેલ કઠલાલ મામલતદાર, જબુકાબેન કઠલાલ ટીડીઓ, સૌરભશાહ ટીએચઓ, તેમજ કઠલાલ નગરપાલિકા ના સદસ્યોં અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


