Gujarat

કઠલાલ તાલુકા પંચાયત કચેરી ખાતે નવનિયુક્ત વિજેતા સરપંચો નો સન્માન સમારંભ યોજાયો

રીપોર્ટર-મકસુદ કારીગર,કઠલાલ
હાલમાં જ જ્યારે કઠલાલ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે.ત્યારે નવનિયુક્ત વિજેતા સરપંચ નો સત્કાર સમારંભ કઠલાલ તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયો.જેમાં ગ્રામ પંચાયતોના વિજેતા સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં કઠલાલ પંથકના ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ડાભી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પરમાર,રાજેન્દ્રસિંહ ઝાલા,અલ્પેશ ઝાલા,જીતેન્દ્રસિંહ ચૌહાણ,રાજુભાઇ પટેલ, નટવરસિંહ.ટી.ડાભી કઠલાલ એફ પી એસ પ્રમુખ,તુલસીભાઈ થોરી તેમજ તાલુકા પંચાયત અધિકારી સહિતઅગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.કઠલાલ તાલુકાની ગ્રામ પંચાયતોના વિજેતા સરપંચોને પુષ્પગુચ્છ આપી તેઓનું સન્માન કરી સફળતા મેળવે અને ગામનો સારો વિકાસ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ કઠલાલ તાલુકા સરપંચ એસોસીએશન ના પ્રમુખ તરીકે અજીતસિંહ ફતેસિંહ સોલંકી -ચરેડ ગ્રામ પંચાયત અને મહામંત્રી તરીકે ચીમનભાઈ ડાહ્યાભાઈ સો.પરમાર કાણીયેલ ગ્રામ પંચાયત ની વરણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *