મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલમાં આવેલ તાલુકા સેવા સદન ખાતે આગામી વિધાનસભાની ચુંટણી 2022 અંતર્ગત ઇવીએમ વીવી પેટ મશીનનુ નિદર્શન કરવામાં આવ્યું. ઇવીએમ મશીન દ્વારા મતદારોને મતદાન કેવી રીતે કરવું તેની માહિતી આપવામાં આવી. તથા મતની ચકાસણી વીવી પેટ મશીન દ્વારા કેવી રીતે કરવી તેની પણ માહિતી આપવામાં આવી. કઠલાલ તાલુકા સેવા સદન ખાતે ઇવીએમ મશીન મુકવામાં આવ્યું છે અને આવનાર નાગરિકોને પ્રેક્ટીકલ કરાવી સંપુર્ણ સમજ આપવામાં આવી રહી છે.


